ચોમાસામાં આબુ ફરવા જાવ તો સાચવજો, પાલનપુરમાં ગુજરાતીઓને આડે આવશે આ મોટું સંકટ

Moount Abu : અમદાવાદ -આબુરોડ નેશનલ હાઇવે ઉપર બંને તરફ અનેક જગ્યાએ એકથી દોઢ ફૂટ જેટલા મસમોટા ખાડાઓ પડી ગયા છે જેને લઈને સામાન્ય વરસાદમાં જ આ ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે અને વાહનચાલકોને આ ખાડાઓ દેખાતા નથી

ચોમાસામાં આબુ ફરવા જાવ તો સાચવજો, પાલનપુરમાં ગુજરાતીઓને આડે આવશે આ મોટું સંકટ

Gujarat Tourism અલકેશ રાવ/બનાસકાંઠા : ચોમાસામાં ગુજરાતીઓને ફરવાનું ફેવરિટ ડેસ્ટિનેશન છે માઉન્ટ આબુ. ચોમાસામાં આબુની સુંદરતા સોળે કળાએ ખીલી જતી હોય છે, જેને માણવા રોજ અસંખ્ય ગુજરાતીઓ પહોંચી જતા હોય છે. પરંતુ જો તમે આબુ જતા હોય તો સાચવજો. કારણ કે, રસ્તામં વચ્ચે આવતા પાલનપુરમાંથી પસાર થતા સમયે તમને આંખે પાણી આવી જશે. ચોમાસામાં આબુ જનારા પ્રવાસીઓને પાલનપુર પાર કરવું એટલે હિમાલય ચઢવા જેવા કપરા ચઢાણ બની રહે છે. કારણ કે, અમદાવાદ -આબુરોડ નેશનલ હાઇવે ઉપર મસમોટા જીવલેણ ખાડાઓ પડી ગયા છે. જે તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. 

ચોમાસું આવતાની સાથે જ અનેક શહેરો ખાડા નગરમાં ફેરવાયા છે. ત્યારે પાલનપુરમાંથી પસાર થતા અમદાવાદ-આબુરોડ હાઇવેની હાલત દયનીય બની છે. જેમાં અમદાવાદ-આબુરોડ હાઇવે ઉપર મસમોટા ખાડા પડી જવાથી અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. અમદાવાદ -આબુરોડ નેશનલ હાઇવે ઉપર બંને તરફ અનેક જગ્યાએ એકથી દોઢ ફૂટ જેટલા મસમોટા ખાડાઓ પડી ગયા છે જેને લઈને સામાન્ય વરસાદમાં જ આ ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે અને વાહનચાલકોને આ ખાડાઓ દેખાતા નથી. ત્યારે નેશનલ હાઇવે પર મોટી દુર્ઘટના સર્જે તેવા મોટા ખાડાઓ પડી જતાં વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પાલનપુરમાંથી પસાર થતા અમદાવાદ-આબુરોડ હાઇવે ઉપર મસમોટા ખાડા પડી જવાથી અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે જેથી અમદાવાદથી આબુ ફરવા જતા પ્રવાસીઓ આ ખાડાઓથી સાચવજો. કારણકે નેશનલ હાઇવે ઉપર અનેક જગ્યાએ એટલા મોટા ખાડાઓ પડ્યા છે કે આ ખાડાઓ જીવલેણ સાબિત થઈ શકે છે. અમદાવાદ -આબુરોડ નેશનલ હાઇવે ઉપર બંને તરફ અનેક જગ્યાએ એકથી દોઢ ફૂટ જેટલા મસમોટા ખાડાઓ પડી ગયા છે જેને લઈને સામાન્ય વરસાદમાં જ આ ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે અને વાહનચાલકોને આ ખાડાઓ દેખાતા નથી જેને લઈને અનેકવાર વાહન ચાલકોમાં વાહનો આ ખાડાઓમાં પડે છે અને અકસ્માત સર્જાઈ રહ્યા છે જોકે હવે વરસાદી પાણી ઓસરી જતા નેશનલ હાઇવે ઉપર પડેલા મોટા ખાડાઓ વાહન ચાલકોને દેખાઈ રહ્યા હોવાથી તેવો પોતાના વાહનો સાચવીને ચાલી રહ્યા છે જોકે નેશનલ હાઇવે ઉપર પડેલા મોટી દુર્ઘટના સર્જે તેવા મોટા ખાડાઓને લઈને વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેથી તેવો તાત્કાલિક આ ખાડાઓ પુરાય તેવી માંગ કરી રહ્યા છે જોકે નેશનલ હાઇવે ઓથોરિટી કોઈ જ દરકાર લેતું નથી જેથી આ ખાડાઓને લઈને કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને અનેકના ભોગ લેવાય તેવી દહેશત જોવા મળી રહી છે.

ખાડાથી કમરના દુખાવાના દર્દીમાં 15 ટકાનો વધારો થયો
ઉલ્લેખનીય છે કે, વિકાસની વાતો ગુજરાતથી શરૂ થઈ હતી. ગુજરાતે આખા દેશને વિકાસની વ્યાખ્યા આપી. વિકાસની વાત આવે ત્યારે ગુજરાતના ઉદાહરણ આપવામાં આવે છે. પરંતું ગુજરાતમાં વિકાસ રસ્તા પર દેખાય છે. ગુજરાતનો કોઈ રોડ બાકી નહિ હોય જ્યાં ખાડા પડ્યા ન હોય. ખાડા તો છોડો, હવે તો પુલની હાલત પણ ખસ્તા બની ગઈ છે. મજબૂરીમાં વાહનો ચલાવવા પડે. ગુજરાતમાં લોકો ખાડાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાડામાં પસાર થઈને દરે ગુજરાતી પોતાની સાથે એક બીમારી ઘરે લઈ આવે છે. એ છે કમરનો દુખાવો. ઠેરઠેર પડેલા ખાડાઓને કારણે કમરના દુખાવાના દર્દીમાં 15 ટકાનો વધારો થયો છે. તો સાથે જ સ્પોન્ડેલાઈસિસના દર્દીઓ પણ વધ્યા છે. ચોમાસાના પ્રારંભ સાથે જ ખાડાની મોસમ પણ ખીલી છે. એક માહિતી અનુસાર, 5 વર્ષમાં ખાડામાં પડવાથી 466 લોકોના મોત થયા છે. આ આંકડો સરકાર માટે ભલે નાનોસૂનો હોય, પણ કોઈના ઘર માટે નથી.

ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં ખાડામાં પડવાથી કેટલાં લોકોના મૃત્યુ થયા તેની વાત કરીએ તો... 2017માં 98 પુરુષ અને 24 મહિલા, 2018માં 80 પુરુષ અને 9 મહિલા, 2019માં 78 પુરુષ અને 14 મહિલા, 2020માં 78 પુરુષ અને 10 મહિલા જ્યારે 2021માં 66 પુરુષ અને 9 મહિલા ખાડામાં પડતાં તેમના મોત થયા છે... એટલે કે તંત્રની ઘોર બેદરકારીના કારણે નિર્દોષ લોકોના જીવ ગયા છે.
       
અમદાવાદ હોય કે સુરત... જામનગર હોય કે વડોદરા... રાજ્યમાં દરેક જગ્યાએ કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી માટે ખાડા ખોદવામાં આવે છે. પરંતુ પછી તેને યો્ગ્ય રીતે પૂરવામાં આવતા નથી અને આજ ખાડા ચોમાસામાં વરસાદનું પાણી ભરાતાં બેસી જાય છે. જેમાં વાહનો કે વ્યક્તિ પડતાં તેનું ઘટનાસ્થળે મોત થાય છે. આ લોકો દ્વારા અવારનવાર તંત્રને કામગીરી પૂરી કરવા માટે રજૂઆત કરવામાં આવે છે. પરંતુ નિંભર તંત્ર પોતાના મનનું ધાર્યુ જ કરે છે અને આ મનમાની લોકોનો જીવ લઈને જ જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news