ઝી બ્યુરો/મહેસાણા: મોરબીનો પાટીદાર સમાજ ઔદ્યોગિક, ધંધાકીય અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ થઈ રહ્યો છે, પરંતુ હમણાંથી પાટીદાર યુવાનો પર યેનકેન પ્રકારે દબાવા ધમકાવીને અત્યાચારોના બનાવો વધી રહ્યા છે. આ અત્યાચાર રોકવા સ્વરક્ષણ મેળવવું જરૂરી છે આ હેતુથી પાટીદાર યુવા સેવા સંઘની રચના કરવામાં આવી છે. આ સંગઠન હેઠળ 200 પાટીદાર યુવાનો કલેકટર સમક્ષ સ્વરક્ષણ માટે હથિયારનું લાઈસન્સ માંગવાનો મુદ્દો ઉઠ્યો છે. ત્યારે બંદૂક માટે અરજી કરવા મુદ્દે SPG અધ્યક્ષ લાલજી પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષકોના વિદેશમાં જલસા; સુરતના આચાર્ય 33 વાર દુબઈ ગયો, થયો ચોંકાવનારો ખુલાસો


200 પાટીદાર યુવાનો બંદૂક માટે અરજી કરવા મુદ્દે SPG અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું કે, સ્વરક્ષા માટે હથિયાર માંગવું એ ખોટું કંઈ નથી. હથિયાર માટે અરજી કરી છે તો ચકાસણી કરીને લાયસન્સ આપવું જોઈએ. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. રેપ, મર્ડર, લૂંટ જેવી ઘટનાઓ વધી રહી છે. જેના કારણે યુવાનોને લાગ્યું હશે કે હથિયાર હશે તો સુરક્ષિત છીએ. કાયદેસર યુવાનોએ હથિયાર માગ્યું છે તો આપવું જોઈએ. 


રેશનકાર્ડ e-KYC કરવા ધરમધક્કા ખાતા પહેલાં વાંચી લેજો! આ શહેરમાં લાગી છે લાંબી લાઈનો!


લાલજી પટેલે ઉમેર્યું હતું કે, જે વિસ્તારમાં જે યુવાનોને લાગતું હોય કે હથિયારની જરૂરિયાત છે તો માગી શકે. અહી પણ જો અસુરક્ષિત મહેસૂસ થાય તો હથિયાર માંગી શકાય છે. ગુજરાતમાં દીકરીઓ પર રેપ અને મર્ડરની ઘટનાઓ વધી રહી છે, જ્યારે એવું લાગે આપણે સુરક્ષિત નથી તો હથિયાર મેળવી શકે છે. ખોટી રીતે દુરુપયોગ ના થાય તે રીતે કડક નિયમો સાથે હથિયાર આપવું જોઈએ. 


S.G.હાઈવે જ નહીં! ગોતામાં મકાનો મોંઘા! લિસ્ટમા છે ત્રીજા નંબરે, જાણો તમારા એરિયા ભાવ


બીજી બાજુ મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના નેતાએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજ આગળ વધી રહ્યો છે. પણ અમુક લેભાગુ તત્વો પાટીદારો પર અત્યાચાર આચરીને પાટીદારોની પ્રગતિ અવરોધે છે, જેમાં મોરબી જિલ્લાના પાટીદાર સમાજ દીકરા દીકરીઓ પર થતા અન્યાય, અત્યાચાર જેવા કે વ્યાજના વિજચક્રમાં ફસાવી જીવવું હરામ કરી દેવું, ડરાવવા, ધમકાવવા, અપહરણ કરી માર મારવા, હત્યાઓ કરવી, આપઘાત માટે ફરજ પાડવી સહિતના બનાવો વધી રહ્યા છે.


ગુજરાત સરકાર ધો.11-12ના વિદ્યાર્થીઓને આપે છે 25 હજાર રૂપિયા! 'દાદા'ની જબરદસ્ત યોજના


પાટીદારો ઉપર થઈ રહેલા અત્યાચાર સામે કાયદાકીય રીતે લડત ચલાવવાના એકમાત્ર હેતુથી પાટીદાર યુવા સંઘની રચના કરવામાં આવી છે. આથી પાટીદાર યુવા સેવા સંઘના મિત્રોને સ્વરક્ષણ માટે પિસ્તોલની જરૂરિયાત હોય આ હથિયાર માટે લાઈસન્સ માંગવા માટેનું આવેદન આવતીકાલે જિલ્લા સેવા સદન ખાતે કલેકટરને આપશે તેમ જણાવ્યું હતું.