હવામાન વિભાગની આગાહી: ગુજરાત સહિત આ રાજ્યોમાં 4 દિવસ રહેશે કોલ્ડવેવ, જાણો ક્યાં પડશે હાડ થિજાવતી ઠંડી
હવામાન વિભાગની આગાહીના મતે આગામી 5 દિવસમાં દેશના અનેક ભાગોમાં શીતલહેર આવી શકે છે. આજથી ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. દેશના કેટલાક ભાગોમાં તાપમાનમાં ઘટાડો થવાનો છે.
રાજેન્દ્ર ઠાકર/કચ્છ: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 5 દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સીવિયર કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. તથા 4 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર બન્યું છે. તેમજ 19 ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં ઠંડી વધશે, તથા તાપમાનનો પારો હજુ 2 ડિગ્રી સુધી ગગડશે. જાણવા મળી રહ્યું છે કે ઉત્તર-પૂર્વીય ઠંડા પવનનો જોર વધતા ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળશે.
હવામાન વિભાગની આગાહીના મતે આગામી 5 દિવસમાં દેશના અનેક ભાગોમાં શીતલહેર આવી શકે છે. આજથી ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. દેશના કેટલાક ભાગોમાં તાપમાનમાં ઘટાડો થવાનો છે. જેમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 17 થી 21 ડિસેમ્બર દરમિયાન કોલ્ડ વેવની સંભાવના છે. ઉત્તર રાજસ્થાનમાં 18 થી 21 ડિસેમ્બર સુધી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 19 થી 21 ડિસેમ્બર સુધી સ્થિતિ એવી જ રહેશે.
મહેફિલ એ અસિત વોરા: પેપર ફૂટ્યું એ રાત્રે સંગીતની મહેફિલમાં હતા મસ્ત, Video વાયરલ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જુનાગઢ પંથકમાં પણ બે દિવસ કોલ્ડવેવની સ્થિતિ રહેશે. અમદાવાદ શહેરમાં બે દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. બુધવારે મોડી સાંજથી શહેરમાં શીત લહેર પ્રસરતાં લોકો ઠુંઠવાયા હતા. નલિયામાં સિઝનની સૌથી વધુ ઠંડી પડતાં લોકો ધ્રુજી ઉઠયાં હતા. નલિયામાં તાપમાનનો પારો ગગડીને 4.6 ડિગ્રીએ પહોચી ગયો હતો, જોકે હજુ કચ્છ પંથકમાં અતિશય ઠંડી પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા બે દિવસથી ગુજરાતમાં શિયાળાએ જમાવટ કરી છે. ધીરે ધીરે ઠંડીનું જોર વધવા લાગ્યું છે. કચ્છમાં ચાર દિવસથી ગાત્રો થિજવતી ઠંડી પડી રહી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ તાપમાન જતા લોકોને ઠંડીનો ચમકારો થયો છે.
યુવતીની આપવીતી, પતિ સાથે સેક્સ માણવાનો સમય સાસું નક્કી કરતી, દિયર કહેતો ફર્સ્ટ નાઈટ કેવી રહી?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં આગામી ત્રણ દિવસમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ઉત્તરાખંડમાં ગુરુવાર અથવા શુક્રવારે પણ હિમવર્ષા થવાની સંભાવના છે. આગામી 4 થી 5 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારત સિવાય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થઈ શકે છે. આ ઘટાડો પૂર્વ ભારત અને મહારાષ્ટ્રમાં 2 થી 3 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube