Vadodara માં યુવતીની ફરિયાદ, પતિ સાથે શરીરસુખ માણવાનો સમય સાસું નક્કી કરે, દિયર કહેતો ફર્સ્ટ નાઈટ કેવી રહી?

વડોદરામાં એક 28 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2020માં હિન્દુ રીત રિવાજ મુજબ થયા હતા. આ યુવતીના લગ્ન જયદીપ સંજયભાઈ ભાટીયા (રહે.ભાટીયા સોસાયટી, માર્કેટીંગ યાર્જ પાસે, ગોધરા) સાથે થયા હતા. પરંતુ થોડાક જ સમયમાં સાસરિયામાં પરિણીતા પર ત્રાસ ગુજારવાનું શરૂ થયું હતું.

Vadodara માં યુવતીની ફરિયાદ, પતિ સાથે શરીરસુખ માણવાનો સમય સાસું નક્કી કરે, દિયર કહેતો ફર્સ્ટ નાઈટ કેવી રહી?

ઝી ન્યૂઝ/ બ્યુરો: રાજ્યમાં અનેક વખત પરિણીતા પર સાસરિયાઓ જુલમ ગુજારતા હોય છે તેવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. વડોદરામાં હાલ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પરિણીતા દ્વારા સાસરિયાઓ વિરુદ્ધ જે આરોપ મૂકવામાં આવ્યા છે તે સાંભળીને પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ હતી. હાલ પરિણીતા દ્વારા સાસરીયામાં 9 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ પરિણીતાએ સાસરિયાઓના જુલમથી કંટાળીને પિયર પોતાના પિતાના ધરે જતી રહી હતી.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં એક 28 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2020માં હિન્દુ રીત રિવાજ મુજબ થયા હતા. આ યુવતીના લગ્ન જયદીપ સંજયભાઈ ભાટીયા (રહે.ભાટીયા સોસાયટી, માર્કેટીંગ યાર્જ પાસે, ગોધરા) સાથે થયા હતા. પરંતુ થોડાક જ સમયમાં સાસરિયામાં પરિણીતા પર ત્રાસ ગુજારવાનું શરૂ થયું હતું. સાસરિયામાં અન્ય લોકો ત્રાસ આપે તે સમજ્યા પરંતુ ખુદ તેનો પતિ  જયદીપ પણ હેરાન પરેશાન કરતો હતો.

વડોદરાની પરિણીતાએ પોલીસ ફરિયાદમાં સાસરિયા વિુરુદ્ધ લગાવેલ આક્ષેપો સાંભલીને આશ્ચર્યમાં મૂકાઈ હતી. તેણે જણાવ્યું હતું કે, મારા સાસુ પતિ સાથે શરીરસુખ માણવાનો સમય પણ નક્કી કરતી હતી. પતિ સાથે શારીરિક સંબંધ ક્યારે બાંધવાનો અને હનીમૂનમાં ક્યારે જવું અને જવું હોય તો પતિ સાથે એકલા નહી, પરંતુ, પરિવાર સાથે જવાનું અને અમારે સંતાનમાં માત્ર દીકરો જોઈએ છે. જેવું જણાવી હેરાન કરતા હતા.

બીજી બાજુ મારો પતિ અંગત પળોના ફોટા-વીડિયો બનાવીને રાખ્યા હતા, જે અવારનવાર મને ધમકી આપીને સમાજમાં વાઇરલ કરી નાંખવાનું કહેતો હતો. મારા સસરાએ પણ મને ત્રાસ આપવામાં બાકી રાખ્યું નથી. તેઓ મને કહેતા હતા કે મારા દીકરાને બીજા લગ્ન કરાવવાના છે તું છૂટાછેડા નહીં આપે તો જાનથી મારી નાખીશું. મારો દિયર પણ બીભત્સ કોમેન્ટ કરીને પુછતો હતો કે ભાભી તમારી ફર્સ્ટ નાઈટ કેવી રહી? નણંદ પણ મને હેરાન કરવામાં બાકી રાખ્યું નથી, તે પણ અવારનવાર ટોણા મારીને કહેતી હતી કે મારા પિતાએ 11 તોલા સોનું આપ્યું હતું. પરંતુ તું દહેજમાં કશું લાવી નથી. આમ પરિણીતાએ સાસરિયાના દરેક સભ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પરિણીતાની ફરિયાદ પ્રમાણે વાત કરીએ તો તેણે જણાવ્યું હતું કે, મને સાસરિયામાં એવા ટોણા સાંભળવા મળતા હતા કે તારા શરીરમાં ખામી છે. તું બાળક પેદા કરી શકીશ નહીં તેવું અમારી પાસે ડોક્ટરનું સર્ટીફિકેટ છે, જેથી બીજે લગ્ન કરવાને લાયક નહીં રાખીએ અમારી ગાંધીનગર સુધી પહોંચ છે. પોલીસ અમારું કંઈ જ બગાડી નહીં શકે. આમ સાસરીયા મને જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરિક-માનસિક ટોર્ચર કરી દહેજની માંગ કરતા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલે પરિણીતાએ સાસરી પક્ષના 9 સભ્યો વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે તમામ સામે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news