હિતલ પારેખ/ ગાંધીનગર: ભારતીય હવામાન વિભાગે (Indian Meteorological Department) ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસમાં વરસાદની (Rain) સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની અખબારી યાદી અનુસાર 19 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના (South Gujarat) મોટાભાગના જિલ્લાઓમાં તેમ જ દમણ (Daman) અને દાદરા નગર હવેલીમાં (Dadra Nagar Haveli) હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં (Uttar Gujarat) પણ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

19 ઓગસ્ટે (ગુરુવાર) સૌરાષ્ટ્રના (Saurashtra) કેટલાક જિલ્લાઓમાં તેમ જ દિવમાં પણ વરસાદ (Rain) થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. યાદી અનુસાર કચ્છ (Kutch) અને ઉત્તર ગુજરાતના (Uttar Gujarat) બાકીના જિલ્લાઓમાં હવામાન સુકુ રહેશે. 20 ઓગસ્ટે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ ઉપરાંત દમણ (Daman), દાદરા-નગર હવેલીમાં (Dadra Nagar Haveli) હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવઈ છે. તેમજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તેમજ દિવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવાઈ છે. કચ્છ જિલ્લામાં પણ છુટોછવાયો વરસાદ થઈ શકે છે.


આ પણ વાંચો:- Somnath Temple Development: PM મોદી પાર્વતી મંદિરનો કરશે શિલાન્યાસ, મંદિર પરિસરની થશે કાયાપલટ


હવામાન વિભાગની યાદીમાં 19 ઓગસ્ટે (ગુરુવાર) દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. યાદીમાં જણાવ્યા અનુસાર 20 ઓગસ્ટે પણ દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ અને તાપીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube