Ambalal Patel Forecast: વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે. અષાઢમાં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસશે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિસ્તારોમાં હવે આભ ફાટશે આભ! ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ખતરનાક બની, શું કહે અંબાલાલ?


પંચમહાલ, દાહોદ, લીમખેડા, ગોધરા, વડોદરા, આણંદ અને નડિયામાં વરસાદનું આગમન થઈ શકે છે. તો વરસાદના લીધે નદીમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તો ઉત્તર ગુજરાતના દાંતા અને બનાસકાંઠા સિટી વિસ્તારમાં ભારે વરસાદનું આગાહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 16 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે. ભાદરવી પૂનમની આસપાસ ગુજરાતનું હવામાન પલટાશે. તો નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.


16 સપ્ટેમ્બરે ગુજરાતમાં ઉગશે સોનાનો સુરજ! અ'વાદ-ગાંધીનગરના લોકોને મળશે ખુશીના સમાચાર


કડાણા ડેમમાંથી છોડાયું પાણી
ગુજરાતનો ત્રીજા નંબરના સૌથી મોટા કડાણ ડેમમાંથી 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું છે, જેથી મહીસાગર જિલ્લાના 100થી વધુ અને પંચમહાલ જિલ્લાના 10 જેટલા નિચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. સાથે નદી કાંઠા નજીક અને ડુંબક પુલ પાસે ન જવા અપીલ કરી છે. 


કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાતા મહીસાગર નદી ગાંડીતુર બની છે. કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદીનું જળસ્તર વધ્યું છે. આણંદના વ્હેરા ખાડી પાસે મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે. વ્હેરા ખાડી પાસે મહી નદીની જળસપાટીમાં 30 ફૂટથી વધુનો વધારો થયો. મહીસાગર માતાનું મંદિર અને લગ્ન ચોરી પાણીમાં ગરકાવ થઈ છે. તો મહીસાગર નદીમાં હાથિયો પથ્થર પણ જળમગ્ન થયો છે.


કાલથી શરૂ થશે મેળો; અંબાજી જવાના હોય તો વાંચો ST વિભાગનો પ્લાન, જાણો ક્યાંથી મળશે બસ


ખેડા પાણી છોડાતા બ્રિજ પાણીમાં ગરકાવ
ઉપરવાસમાં ભારે વરસાદના લીધે કડાણા ડેમમાંથી વણાકબોરી વિયરમાં અને વણાકબોરી વિયરમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. મહીસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગળતેશ્વર મહાદેવ નજીક આવેલો ખેડા જિલ્લાથી વડોદરા જિલ્લાના ડેસર તાલુકાને ડોતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. જેથી અવરજવર બંધ થઈ છે. 


ઠાસરા તાલુકાના પાંચ અને ગળતેશ્વર તાલુકાના 11 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે મહીસાગર નદીના નિચાણવાળા વિસ્તારના ગામને એલર્ટ કરાયા છે. ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદી કાંઠાના 32 ગામ નિચાણવાળા વિસ્તારમાં આવેલા છે, જેથી તેમને સાવચેત કરાયા છે. પાણીની આવકથી વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો છે. વણાકબોરી ડેમ ઓવરફ્લો થતાં ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે.


ગુજરાતમાં ભાજપને અઘરો પડશે સદસ્ય નોંધણીનો ટાર્ગેટ! જાણો કેમ કોંગ્રેસ થઈ રહ્યુ છે રાજ


અરવલ્લીનો વાત્રક ડેમ ફરી એક વખત ઓવરફ્લો
અરવલ્લીનો વાત્રક ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે. વાત્રક ડેમમાંથી 14 હજાર 500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેથી નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસ રાજસ્થાનમાં ભારે વરસાદના લીધે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો, જેથી ડેમના દરવાજા ખોલીને પાણી છોડાયું. અરવલ્લીના માલપુર તાલુકાના ચંદસરથી જાલામખાંટના મુવાડા અને વાંકાનેડાને જોડતો રસ્તો બંધ થયો છે. રસ્તા પર પાણી ફરી વળતા લોકો અટવાઈ ગયા. રસ્તો ઉંચો લેવાની ગ્રામજનોએ વર્ષોથી માગ કરી છે પરંતુ તંત્ર ધ્યાન નથી આપતું.