મુસ્તાક દલ, જામનગર: ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન ગુજરાતમાં રહેલા પર પ્રાંતીય શ્રમિકોને પોતાના વતન જવા માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ત્યારે જામનગરમાં પણ ગઇકાલ રાત્રે જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી જામનગરથી યુપીના ગાજિયાબાદ સુધી 1200 પરપ્રાંતીય શ્રમિકો સાથેની પ્રથમ ટ્રેન વહીવટી તંત્ર દ્વારા રવાના કરવામાં આવી હતી. ત્યારે પરપ્રાંતીય શ્રમિકોમા કહી ખુશી કહી ગમનું વાતાવરણ જોવા મળ્યું હતું.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં શાકભાજી-કરિયાણાની ખરીદી કરવા પડાપડી, સોશિયલ ડિસ્ટેન્સિંગ ભૂલ્યા લોકો


ટ્રેનમાં પોતાના વતન જતી વેળાએ છેલા દોઢ માસથી લોકડાઉન ની પરિસ્થિતિમાં રહેલા પરપ્રાંતિય શ્રમિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અને ઘણા પરપ્રાંતીય શ્રમિકોએ વતન જવા બદલ યુપી સરકાર અને ગુજરાત રાજ્ય સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. શ્રમિકોને ટ્રેન મારફત મોકલવા પહેલા તમામ શ્રમિકોનું આરોગ્ય ચેકિંગ કરવામાં આવ્યું અને સાથે ફૂડ પેકેટની કિટ પણ આપવામા આવી હતી. 

ઉત્તર પ્રદેશના 1200 જેટલા મજૂરોને લઈને જામનગરથી શ્રમિક એક્સપ્રેસ રવાના


જ્યારે ટ્રેનમાં વતન પરત જતી વેળા થોડા ઘણાં પરપ્રાંતીય શ્રમિકો એવા પણ હતા કે તેમાં ટ્રેનની ટિકિટ મામલે થોડી નારાજગી જોવા મળી હતી. જામનગરથી યુપી જવા માટે પરપ્રાંતી શ્રમિકો પાસે રૂપિયા 725 ની ટિકિટ લેવામાં આવી હતી. એક તો હાલ છેલ્લા દોઢ મહિનાથી ધંધા રોજગાર ઠપ હતા અને ઉપરાંત ટિકિટ લેતા થોડી નારાજગી પરપ્રાંતિય શ્રમિકોએ ટ્રેનમા વ્યક્ત કરી હતી. એમાં પણ ટ્રેનમા કોઈ પણ જાતની સાફ સફાઇ નહિ કે ટ્રેનને સંપૂર્ણ સેનીટાઇઝ પણ કરવામાં ન આવી હતી અને ફૂડ પેકેટની ગુણવત્તા પણ ખૂબ જ નબળી હોવાથી પરપ્રાંતીય શ્રમિકોમા વતન પરત જતી વેળા નારાજગી જોવા મળી હતી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube