મૌલિક ધામેચા/અમદાવાદ: કેન્સરની દવા બનાવવાનું લિકવિડ મંગાવવા ના બહાને દેશ વ્યાપી કૌભાંડ કરતા 3 નાઇજિરીયન શખ્સો સહિત 6 લોકોની ધરપકડ સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ આરોપીઓએ કરોડો રૂપિયાનું ચિટિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોરેન્સ વુડ,ગીતાંજલી ઉર્ફે સોના કિંજલ ગડા,શેરોમ નાસાબા સાગર ગુપ્તા,જેક્સન અમોખોલી આ તમામ આરોપીઓ ભેગા થઈ દેશના વેપારીઓને સોશિયલ મીડિયા મારફતે ધંધાની લાલચ આપી છેતરવાનું કામ કરતા હતા. લંડનમાં કેન્સરનીં દવા બનાવવાનું લિકવિડ ભારતથી જાય છે અને આ દવાનો ધંધો તમને આપવામાં માંગીએ છે તેવી લાલચ આપવામાં આવતી. ત્યારબાદ એક લીટર સેમ્પલ 5 લાખ રૂપિયામાં વેપારી પાસેથી ખરીદાવીને સેમ્પલ ચેક કરાવી લેતા હતા.


નોંધનીય છે કે, સેમ્પલ મોકલનાર શખ્સ આ ગેંગની ગીતાજંલી હતી. ત્યારબાદ આ સેમ્પલ સાગર અને કિંજલ નામના લોકો કુરિયર કરતા હતા. ગ્રાહકને વિશ્વાસમાં લેવા માટે WHOનું બનાવટી સર્ટી પણ વેપારીઓને બતાવતા હતા. એટલું નહિ સેમ્પલ ચેક કરનાર આરોપી ગેંગનો મુખ્ય વ્યક્તિ લોરેન્સ જ હતો જે વેરિફિકેશન માટે જેક્સન ને મોકલતો હતો.


વધુમાં વાંચો...ભાવનગર: ખાનગી મીની બસનો થયો અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત


[[{"fid":"194143","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ahmedabad-Crime-2","field_file_image_title_text[und][0][value]":"Ahmedabad-Crime-2"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ahmedabad-Crime-2","field_file_image_title_text[und][0][value]":"Ahmedabad-Crime-2"}},"link_text":false,"attributes":{"alt":"Ahmedabad-Crime-2","title":"Ahmedabad-Crime-2","class":"media-element file-default","data-delta":"1"}}]]
 
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ,આ શખ્સો ભારતમાં જ રહીને ઇંગ્લેન્ડથી જેક્સનને બોલાવવાનુ નાટક પણ કરતા હતા. આ તમામ આરોપીઓ એક બીજાના સંપર્કમાં આવ્યા બાદ કૌભાંડની શરૂઆત કરી હોવાની સામે આવ્યું છે. આરોપી ગીતાજંલી કિંજલ ગડા નીજ સાવકી દીકરી હતી. અને સાગરની પ્રેમિકા હોવાનું સામે આવ્યું છે. આ લોકો પાસેથી 54 હજાર જેટલી રોકડ રકમ સહિત સાયબર ક્રાઇમને કેટલીક બેંકોના 7 એકાઉન્ટ પણ મળી આવ્યા છે. જેક્સનના  પિતા નાઇઝીરિયન નેવીમાં નોકરી કરતા હતા.  ગુજરાત ના બે જ ગુનાઓના ભેદ ઉકેલાયા છે ત્યારે અન્ય કેટલા વેપારીઓ ભોગ બન્યા છે તે તપાસ દરમ્યાન જ બહાર આવે તેવી શક્યતાઓ છે.