જયેશ ભોજાણી, ગોંડલઃ ડુંગળીના વધુ ભાવથી પરેશાન લોકોને હવે રાહત મળી શકે છે. ગુજરાતના માર્કેટિંગ યાર્ડો (Marketing yards) માં નવી ડુંગળી (Onion) ની આવક શરૂ થઈ ગઈ છે. આજે ગોંડલ (gondal) માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ છે. આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની ઉભરાઈ ગયું હતું. મહત્વનું છે કે ગઈકાલે અહીં મરચાની આવક મોટા પ્રમાણમાં થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક લાખ બોરી ડુંગળીની આવક
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી. તો આજે ખેડૂતો પોતાની ડુંગળી લઈને યાર્ડે પહોંચી ગયા હતા. આજે યાર્ડમાં આશરે એક લાખ બોરી જેટલી ડુંગળીની આવક થઈ છે. આજે યાર્ડમાં ડુંગળી વેચવા આવેલા ખેડૂતોની લાઇનો લાગી હતી. એક સાથે વધુ માત્રામાં ડુંગળીની આવક શરૂ થતા યાર્ડ સત્તાધિશોએ હવે ડુંગળીની આવક બંધ કરવાની ફરજ પડી છે. 


Vadodara: રાજપીપળાના રાજવી માનવેન્દ્ર સિંહ સહિત 50થી વધુ ટ્રાન્સજેન્ડરો ભાજપમાં જોડાયા  


250-450 સુધી બોલાયા મણના ભાવ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે એક લાખ બોરી જેટલી ડુંગળીની આવક થઈ છે. યાર્ડમાં 250 રૂપિયાથી લઈને 450 રૂપિયા સુધી ડુંગળીના ભાવ બોલાયા હતા. સારી ડુંગળી 450 રૂપિયા મણના ભાવે વેચાઈ હતી. તો સામાન્ય ડુંગળીને પણ સારો ભાવ મળ્યો હતો. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube