ઝી બ્યુરો/તાપી: તાપી જિલ્લાના વડા મથક વ્યારામાંથી પસાર થતી લોકમાતા મીંઢોળા નદી દિવસેને દિવસે પ્રદુષિત થતા પર્યાવરણ પ્રેમી અને લોકોની ચિંતા વધી રહી છે, ત્યારે વ્યારા નગર પાલિકા અને અન્ય તંત્ર નદીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરે એ જરૂરી બન્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાપી જિલ્લાના વડા મથક વ્યારા શહેરમાંથી વહેતી મીંઢોળા નદીમાં દૂષિત પાણી અને ગટરનું પાણી ઠાલવવામાં આવતા પ્રદુષિત થતા સ્થાનિકોના માથે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે ત્યારે સ્વચ્છતાની વાતો વચ્ચે મીંઢોળા નદીમાં સફાઈ હાથ ધરવામાં આવે એવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. 


સહારાના રણ જેવું ઉકળશે ગુજરાત, ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીની ભયંકર આગાહી આવી ગઈ


તાપી જિલ્લાના વ્યારા શહેરના લોકોની લોકમાતા મીંઢોળા નદીમાં નગરનું ગંદુ પાણી સંગ્રહિત થતા નદીમાં ગંદગી ફેલાઈ જવા પામી છે. જેની ચિંતા પર્યાવરણ પ્રેમીને થતા તેઓ પણ ચિંતા કરી રહ્યા છે અને સફાઈની માંગ કરી રહ્યા છે. 


ઋષભ પંત બાદ આ ખેલાડીની બેઠી દશા! ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર જીવલેણ હુમલો!


વિકાસની વાતો વચ્ચે વ્યારા નગર પાલિકા દ્વારા જો શહેરમાંથી વહેતી મીંઢોળા નદીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે એ જરૂરી બન્યું છે, ત્યારે નગરજનોની સાથે સાથે પર્યાવરણ પ્રેમીઓ પણ મીંઢોળા નદીમાં સ્વચ્છતા જાળવવામાં આવે એવી માંગ કરી રહ્યા છે.