પ્રેમલ ત્રિવેદી/પાટણ: જિલ્લામાં ખેડૂતોએ જૂન-જુલાઈમા સારા વરસાદને લઇ ખેડૂતોએ વિવિધ પાકોની વાવણી કરી પણ ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતો પાક પાણી વિના સુકાવા તરફ જઈ રહ્યો છૅ. તો સરકાર દ્વારા કેનાલોમાં પાણી છોડવાની પણ જાહેરાત કરી પણ શંખેશ્વર તાલુકાના મુજપુર ગામ નજીકથી પસાર થતી નર્મદાની માયનોર કેનાલ વર્ષોથી કોરી ધાકોર રહે છૅ. જેને લઇ ખેડૂતોની હાલત કફોડી બની છૅ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! પિતાની લાપરવાહીના કારણે કારમાં ફસાઈ ગયું બાળક અને પછી…'


પાટણ જિલ્લામાં જૂન- જુલાઈ મહિનામા સારા વરસાદને લઇ ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરી કપાસ, એરંડા, કઠોળ સહીતના પાકનું વાવેતર કર્યું, પણ ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક મુશ્કેલીમાં મુકાયો છૅ. પાણી વગર પાક સુકાવા તરફ જઈ રહ્યો છૅ. સરકારે છેવાડાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે મોટા ખર્ચાઓ કરી નર્મદાની કેનાલો તો બનાવી પણ જરૂરિયાત હોય ત્યારે કેનાલ થકી પાણી ન મળતા આ કેનાલો શોભાના ગાંઠિયા સમાન બની છે.


ગુજરાતનાં આ વિસ્તારમાં મેઘો ભૂક્કા બોલાવશે! અંબાલાલની ભારેથી અતિભારે વરસાદની આગાહી


હાલ વરસાદ ખેંચાતા ખેડૂતોને તાતી જરૂરિયાત પાણીની છૅ. સરકારે એક તરફ નર્મદા કેનાલોમાં પાણી છોડવાની જાહેરાત તો કરી પણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામેથી 10 વર્ષ અગાઉ નર્મદાની માયનોર કેનાલમાં આજ દિન સુધી પાણીનું ટીપું પણ આવ્યું નથી અને આ વિસ્તારના ખેડૂતોને પાક માટે તાતી જરૂરિયાત પાણી છૅ, આગળથી પાણી છોડવામાં આવે છૅ પણ મુજપુર ગામ નજીકથી પસાર થતી કેનાલમાં પાણી ન આવતા આજે ખેડૂતોએ કેનાલ ખાતે અર્ધનગ્ન બની પાણી માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 


એકતરફી પ્રેમીએ ફરી હદ વટાવી! જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી પ્રેમિકાની હત્યા, પરિવારજનો..


શંખેશ્વર તાલુકાના ખેડૂતોએ ખેડ, ખાતર, બિયારણ પાછળ મોટા ખર્ચાઓ કરીને કઠોળ, એરંડા, કપાસ સહીતના પાકોનું વાવેતર કર્યું અને ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક ખેતરમાં સુકાવા તરફ જવા લાગ્યો છૅ. પાકને હાલ તાતી જરૂરિયાત પાણીની છૅ કેનાલ તો છૅ પણ તેમાં આજ દિન સુધી પાણી આવ્યું નથી, જે અંગે નર્મદા કેનાલના અધિકારીઓને વરંવાર રજૂઆતો કરવા છતા કોઈ નિરાકરણ આવ્યું નથી. જેને લઇ તેનો સીધો ભોગ ખેડૂતોને બનવું પડી રહ્યું છૅ. 


આ પ્રતિબંધ મૂકાશે તો સુરતના હીરા ઉદ્યોગની મુશ્કેલી વધશે, જાણો શું છે મોટું કારણ