વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! અમદાવાદમાં પિતાની લાપરવાહીના કારણે કારમાં ફસાઈ ગયું બાળક અને પછી…'

શહેરના ઘોડાસર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. જેમાં એક પિતાની બેદરકારીના લીધે માસૂમ બાળક કારમાં ફસાઈ ગયું હતું. બાળકને ગાડીમાં બેસાડીને પિતા કેટલીક વસ્તુઓ લેવા ગયા હતા. આ દરમિયાન ગાડીની ચાવી પણ અંદર બાળક પાસે જ રહી ગઇ હતી. જેના કારણે ગાડી લોક થઇ જતા બાળક પણ ગાડીમાં ફસાયુ હતુ.

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! અમદાવાદમાં પિતાની લાપરવાહીના કારણે કારમાં ફસાઈ ગયું બાળક અને પછી…'

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. જેમાં ઘોડાસરની પી.ડી.પંડ્યા કોલેજ પાસે પિતાની લાપરવાહીથી બાળક કારમાં જ લોક થઈ ગયું હતું. બાળકને કારમાં બેસાડી પિતા દુકાને વસ્તુ લેવા ગયા હતા, ત્યારે ગાડી લોક થઈ જતાં બાળક ગાડીમાં જ ફસાઈ ગયું હતું. કારની ચાવી બાળક પાસે હોવાથી લોક ખુલ્યુ જ નહીં. ત્યારબાદ મિકેનિકની મદદ લઈને બાળકને કારમાંથી બહાર કઢાયું હતું. 

ભારે જહેમત બાદ બાળકનું રેસ્ક્યું
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શહેરના ઘોડાસર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. જેમાં એક પિતાની બેદરકારીના લીધે માસૂમ બાળક કારમાં ફસાઈ ગયું હતું. બાળકને ગાડીમાં બેસાડીને પિતા કેટલીક વસ્તુઓ લેવા ગયા હતા. આ દરમિયાન ગાડીની ચાવી પણ અંદર બાળક પાસે જ રહી ગઇ હતી. જેના કારણે ગાડી લોક થઇ જતા બાળક પણ ગાડીમાં ફસાયુ હતુ. જેમાં ભારે જહેમત બાદ બાળકનું રેસ્ક્યું કરાયું હતુ.

મિકેનીકની મદદથી કાર ખુલી
ભારે જહેમત બાદ સ્થાનિક મિકેનીકની મદદથી આ કાર આખરે ખુલી હતી અને બાળક સહીસલામત બહાર આવ્યું હતુ. ઘોડાસરમાં આવેલ પી.ડી પંડ્યા કોલેજ પાસે આજે આ બનાવ બનતા લોકોના ટોળે ટોળા સ્થળ પર આવી ગયા હતા. આ બનાવ બનતા લોકોના ટોળે ટોળા સ્થળ પર આવી ગયા હતા. અને તમામ લોકો બાળકને કઇ રીતે બચાવી શકાય તેવો પ્રયત્ન કરવા લાગી ગયા હતા.

આ કિસ્સો લાલબત્તી સમાન સાબિત થયો
ઉલ્લેખનીય છે કે ઉતાવળમાં માત-પિતા નાના બાળકને ગાડીમાં બેસાડી ચીજ વસ્તુ લેવા જતા હોય છે. જેમાં આજનો આ કિસ્સો લાલબત્તી સમાન સાબિત થયો છે. જેમાં ગાડી લોક થઈ જતાં બાળક ગાડીમાં ફસાયું ગયુ હતુ. તેમજ ચાવી બાળક પાસે હોવાથી લોક પણ બહારથી ખોલી શકાયુ ન હતુ. જેમાં ભારે જહેમત બાદ મિકેનિકની મદદથી બાળકને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news