જયેન્દ્ર ભોઇ, ગોધરા: ગોધરામાં લગ્નના રિસેપ્સનમાં ટાબરીયા દ્વારા સોના-ચાંદીના દાગીના ભરેલ પર્સની ઉઠાંતરી કર્યાની ધટના સામે આવી છે. ટાબરીય દ્વારા રિસેપ્સનમાંથી કુલ 2.42 લાખના મુદામાલની ચોરી કરી સગીર ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોધરાના ભૂરાવાવ પાસે આવેલ લુહાર સુથાર વાડીમાં ચાલતા લગ્નના રિસેપ્સનમાં ટાબરીયા દ્વારા સોનાના દાગીના ભરેલ પર્સની ઉઠાંતરી કરવામાં આવી હતી. રિસેપ્સનમાં ભેટમાં આવેલા 1.5 લાખની રોકડ તેમજ 87 હજારના સોના-ચાંદીના દાગીના સહિત કુલ 2.42 લાખના મુદ્દમાલની ચોરી કરી સગીર ફરાર થઇ ગયો છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ત્યારે આ સમગ્ર ઘટનાની ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવવામાં આવી છે. આ ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ શરૂ કરી દીધી છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...