રાજકોટ: રાજકોટમાં માતાના પ્રેમી પર પુત્ર દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પ્રેમીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે આ મામલે પોલીસે હુમલો કરનાર પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર, રાજકોટમાં સગીરે તેની માતા સાથે પ્રેમ સંબંધ રાખનાર શખ્સ પર હિંસક હુમલો કર્યો હતો. જેમાં શખ્સ ઉપર છરીથી હુમલો કરતા શખ્સને જમણા હાથમાં ગંભીર ઇજા થઈ હતી. જે બાદ ઇજાગ્રસ્તને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો છે. જ્યાં પોલીસના જણાવ્યા મુજબ સગીરની માતા સાથે રાજકોટના શખ્સ સાથે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ છે. જેનો ખાર રાખી સગીર પુત્રએ છરી વડે શખ્સ પર હુમલો કર્યો હતો.


આ પણ વાંચો:- કચ્છના કુનારિયા ગ્રામ પંચાયતનું સાહસિક પગલું, કરવામાં આવી 'બાલિકા પંચાયતની' સ્થાપના


આ ઘટના બાદ ઇજાગ્રસ્તની ફરિયાદ ઉપરથી પોલીસે આરોપી સગીર સામે 307 અને 323 સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જે મામલે રાજકોટ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપી સગીરને ઝડપી પાડવામાં આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube