નવરાત્રિમાં માતાજીએ ચમત્કાર કર્યો, અમદાવાદના એક પરિવારમાં દેખાયા કંકુવાળા બાળ પગલા
નવરાત્રિના પાવન પર્વ પર અમદાવાદના એક પરિવારમાં કંકુવાળા માતાજીના પગલાં પડતા કુતુહલ સર્જાયુ હતું. અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં આવેલી શ્રી આરાસુરી સોસાયટીના મકાનમાં કંકુવાળા માતાજીના પગલાં પડતા દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી હતી.
અતુલ તિવારી/અમદાવાદ :નવરાત્રિના પાવન પર્વ પર અમદાવાદના એક પરિવારમાં કંકુવાળા માતાજીના પગલાં પડતા કુતુહલ સર્જાયુ હતું. અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં આવેલી શ્રી આરાસુરી સોસાયટીના મકાનમાં કંકુવાળા માતાજીના પગલાં પડતા દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી હતી.
છેલ્લા 30 વર્ષથી શ્રી આરાસુરી સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ શાહ અને તેમના ધર્મપત્ની કામિનીબેન શાહના ઘરે નવરાત્રિના અંતિમ દિવસે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. કામિનીબેનના ઘરે તેમના મંદિર પાસે કુંકુવાળા 9 પગલાં દેખાતા આસપાસના લોકોના ટોળા દર્શન માટે ઉમટી પડ્યા હતા. નવરાત્રીના નવમા દિવસની રાત્રે ગરબો વળાવી કામિનીબેન સૂઈ ગયા અને સવારે જ્યારે ચિરાગભાઈ ઉઠ્યા ત્યારે ઘરના મંદિર પાસે કંકુવાળા પગલાં જોવા મળતા આશ્ચર્યચકિત થઈ ઉઠ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતના યુવા ક્રિકેટર અવી બારોટનું નિધન, 29 વર્ષની વયે આવ્યો હાર્ટ એટેક
કંકુવાળા પગલાં જોતા જ ચિરાગભાઈએ તેમના પત્નીને બોલાવી કંકુ ઢોળાયા અંગે પૂછ્યું ત્યારે એમણે ના પાડી હતી. ત્યારે પાડોશમાં રહેતા બેનને બોલાવતા માતાજી બાળ પગલાં હોવાનું કહ્યુ હતું. ચિરાગભાઈએ તરત જ ડભોળાના મહારાજને વીડિયો કોલ કરીને કંકુવાળા 9 બાળ પગલાં તેમના મંદિર પાસે જોવા મળી રહ્યા હોવાની જાણ કરી હતી. ત્યારે મહારાજે તમને કહ્યું કે માતાજીની આપને ત્યાં પધરામણી થઈ છે, એક દિવસ સુધી આસપાસના લોકોને દર્શન કરવા દો.
કામિનીબેનના ઘરે ડભોળાના મહારાજ દ્વારા મંદિરમાં જુદા જુદા દેવી - દેવતાની પ્રતિમાની સ્થાપના કરાય છે. કામિનીબેને આ ચમત્કાર વિશે કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી અપાર શ્રદ્ધા સાથે માતાજીની પૂજા - અર્ચના કરું છું. આ વખતે જ્યારે અંતિમ દિવસ હતો ત્યારે માતાજીને પ્રાર્થના કરી હતી કે સ્વપ્નમાં અમને દર્શન આપો, અને માતાજીના કંકુવાળા પગલાં જોવા મળ્યા, જેથી પોતે ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છે.
ચિરાગભાઈ એડવોકેટ છે. તેમણે ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે ડભોળાવાળા મહારાજે એક દિવસ કંકુવાળા માતાજીના બાળ પગલાં લોકોને દર્શન માટે રાખવા કહ્યું હતું, અને શનિવારે સવારે 7.30 થી 9.30 વચ્ચેના મુહૂર્તમાં કંકુ ડબ્બીમાં રાખી સફાઈ કરવા માટે કહ્યું હતું. ચિરાગભાઈએ પોતે કંકુવાળા માતાજીના બાળ પગલાંના તેમના ઘરના મંદિર પાસે પડ્યા હોવા અંગેના વીડિયો શેર કર્યા હતા.