ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુક્યું છે દરેક પક્ષ પોતપોતાનું તમામ જોર લગાવી રહ્યા છે. વિધાનસભામાં મહત્તમ સીટો કબ્જે કરવાના ટાર્ગેટથી     તેઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના પગલે ગુજરાતમાં ભાજપની જેમ જ કોંગ્રેસ પણ કેન્દ્રીય નેતાઓની મોટી ટીમ ઉતારે તેવી શક્યતા છે. જેના અનુસંધાને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી મે મહિના અંતે અંતમાં ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા છે. પ્રિયંકા ગાંધી મહિલા પાંખને મજબુત કરવાનાં ઇરાદે ગુજરાતમાં આવશે. રાજ્યના ચાર ઝોનમાં યોજાનાર મહિલા સંમેલનમાં પ્રિયંકા ગાંધી પોતે હાજર રહે તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ સુત્રો અનુસાર, આગામી સમયમાં આણંદ અને ખેડા જિલ્લાની સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓનું સંમેલન યોજવામાં આવશે. કોંગ્રેસ દ્વારા મહિલા સમેલન અંગેની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી 20 હજારથી વધારે મહિલાઓ આ સંમેલમાં હાજરી આપે તેવી શક્યતા છે, તેની તૈયારીઓ પણ જોરોશોરોથી ચાલી રહી છે. 


ગુજરાતના ચાર ઝોનમાં અલગ અલગ સંમેલનો આયોજીત કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુ બેઠકો પર કબ્જો કરવા માટે કોંગ્રેસે પ્રિયંકા ઉપરાંત રાહુલ ગાંધી સહિત સમગ્ર ગાંધી પરિવાર પોતાની તમામ શક્તિ કામે લગાડશે. પ્રિયંકા ગાંધી મે મહિનાના અંતમાં મધ્ય ગુજરાતમાં આવશે. પ્રિયંકા ગાંધીની આ મુલાકાત સમયે તેઓ પ્રદેશના નેતાઓ અને આગેવાનો સાથે ચર્ચા કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube