અમદાવાદ: ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આપાવામાં આવેલા અલ્ટિમેટમ બાદ 24 કલાકમાં જ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરના નિર્ણયને કારણે મોટી અસર થઇ શકે છે. અલ્પેશ ઠાકોરે પ્રેમ કોન્ફર્નસ કરીને જાણાકારી આપી હતી કે, તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું નથી આપી રહ્યો મે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ પાર્ટીને ‘અલવિદા’ કહેવા અંગે શું કહ્યું અલ્પેશના સાથી ધવલસિંહ ઝાલાએ...જુઓ


અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી કે, મે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના એવા સમયમાં સમર્થન કર્યું છે. જ્યારે કોંગ્રેસને કોઇ સાથ નોહતું આપી રહ્યું. ગુજરાતમાં વિધાનસાભાની ચૂંટણીમાં જે ઠાકોર સેનાએ મદદ કરી જેના લીધે 43 ધારાસભ્યોને જીતાડવા મોટો ફાળો છે. 


કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા ત્યારથી પહેલા જ દિવસથી કોંગ્રેસ પાર્ટીના લોકો દ્વારા અમારા યુવાનોનો કોઇ ભાગ ન હોય તેવું વર્તન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં મારી સાથે જોડાયેલા ગરીબ યુવાનોને યોગ્ય હોદ્દાઓ નથી આપવામાં આવ્યા. ઠાકોર સેનાના યુવાનોની પક્ષમાં અવગણના કરવામાં આવી રહી છે. અમને પક્ષમાં હોદ્દાની લાલચ નથી અમારે સન્માન જોઇએ છે. અમારા પ્રભારીએ માત્ર વાતો જ કરી અને અમારા યુવાનોનો અન્યાય કર્યો છે. ધારાસભ્યો પદથી રાજીનામું નથી આપ્યું પાર્ટીના પદો પરથી રાજીનામું આપ્યું છે. કોઇ પાર્ટીમાં જોડાવાનો નથી.



ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા ઠાકોર સેનાની અને અમારા યુવાનોની અવગણના કરવામાં આવી રહી છે. મારી નારાજગી મારા લોકો સાથે થયેલો અન્યાય જ છે. કોંગ્રેસમાં ટીકીટ વેચવામાં આવી રહી છે. મને ક્યારેય પણ કોંગ્રેસમાં સન્માન નથી મળ્યું મે કોંગ્રેસને દરેક સમયે સન્માન આપ્યું પણ મારુ અપમાન કર્યું છે.


 



હું કોઇની પણ સીટ પર પ્રચાર નથી કરવાનો માત્ર બનાસકાંઠા અને પાટણ સીટો પર જ પ્રચાર કરીશ. બીજી કોઇ પણ સીટ પર પ્રચાર નહિ કરુ. અમને છંછેડશો તો આકરુ પરીણામ ભોગવવા માટે તૈયાર થઇ જાય હું ગરીબોનો એજન્ટ છું. મારા લોકો જોડે પૈસા નથી એટલે હોદ્દાઓ નથી મળ્યા અલ્પેશ ઠાકોર હવે ગમડાઓમાં જઇને ગરીબોની સેવાઓ કરશે. મારુ હવે પોલીટીકલ ફ્યુચર હવે કઇ જ નથી. 2022નો ગુજરાતનો નાથ અમે જ આપીશું. અલ્પેશ ઠાકોર ગરીબોના માટે કામ કરશ. કોંગ્રેસનો ધારાસભ્ય નથી એવું માની લો ત્રણ ધારાસભ્યોને અપક્ષના ધારાસભ્યો માની લો.