જસદણ પેટા ચૂંટણી જીતવા માટે જરૂર પડે તો ધોકાવાળી કરજો : લીમડીના ધારાસભ્યનો હૂંકાર
વિરમગામ ખાતે યોજાયેલા કોંગ્રેસના સ્નેહમીલન કાર્યક્રમમાં લીંમડીના ધારાસભ્ય સોમાભાઇ પટેલ દ્વારા વિવાદિત ભાષણ કરવામાં આવ્યું છે.
અતુલ તિવારી/વિરમગામ: જસદણ પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ભાજપ એમ બંન્ને દ્વારા ચૂંટણીમાં જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે વિરમગામ ખાતે યોજાયેલા કોંગ્રેસના સ્નેહમીલન કાર્યક્રમમાં લીંમડીના ધારાસભ્ય સોમાભાઇ પટેલ દ્વારા વિવાદિત ભાષણ કરવામાં આવ્યું છે. સોમાભાઇ પટેલ દ્વારા વિવાદિત નિવેદનથી રાજકારણ ગરમાયું છે. સોમાભાઇ વધુમાં કહ્યું કે, જસદણની પેટા ચૂંટણીમાં જીતવા માટે જરૂર પડે તો ધોકાવાળી કરજો તેવું નિવેદન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : જસદણનો જંગ જીતવા કોંગ્રેસનો મોટો દાવ...
જસદણ પેટા ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસ દ્વારા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તેમના જ ધારાસભ્યો કોંગ્રેસની બાજી બગાડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ભાજપ સરકારને હરાવવા માટે કોંગ્રેસ દ્વારા કોળી અને પટેલ નેતાઓની પેનલ ઉભી કરીને પ્રચાર કરી રહી છે. ત્યારે વિરમગામમાં સ્નેહમીલન દરમિયાન સોમાભાઇએ કહ્યું કે, 10 દિવસ માટે વિરમગામના તમામ કાર્યકરોએ જસદણ આવવાનું છે. વિરમગામનું ખમીર દેખાડવાનું છે, આ ગામ ધોકાપંતી છે. તેમનાથી બીવાની જરૂર નથી.
આ પણ વાંચો : જસદણ પેટા ચૂંટણી પહેલા ભડકો
બાવળિયા પર કર્યા પ્રહાર
સોમા પટેલ દ્વારા કરવામાં આવેલા વિવાદિત ભાષણમાં કુંવરજી બાવળિયા પર પણ પ્રહાર કરતા કહ્યું હતું કે, આપણો સાથી સત્તા માટે દગો આપીને આપણો હાથ છોડીને ચાલ્યો ગયો છે. વિરમગામ ખાતે ભાષણમાં સોમાભાઇ પટેલેકહ્યું કે, ભાજપ ચૂંટણી દરમિયાન કંઇકને કંઇક અટકચાળો કરશે પણ ડરતા નહીં. વધુમાં સોમાભાઇ પટેલ દ્વારા ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ દ્વારા જ ગોદરાકાંડ કરવામાં આવ્યો હતો.