ઝી બ્યુરો/ગાંધીનગર: સરકાર ભલે વિકાસની વાતો કરે પણ એ વાસ્તવિકતા છે કે ગુજરાતનો વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચ્યો નથી. રાજ્યમાં એક કરોડથી વધુ કામદારો મનરેગાના નોંધાયા છે. આ દર્શાવે છે કે રાજ્યમાં ડિગ્રીવાળા પણ રોજગારી માટે મજૂર બની રહ્યાં છે. જેમાં સૌથી વધુ આદિવાસી વિસ્તારમાં આની અસર વધારે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદીએ ગુજરાતના સીએમ રહીને જે સપનું જોયું હતું એ પૂર્ણ થશે, બોમ્બે હાઈકોર્ટેનો ચુકાદો


ગ્રામીણ ગુજરાતમાં મનરેગા પર નભનારાનું પ્રમાણ વધ્યું છે. કોરોનાકાળમાં હિમાચલપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર કરતાં પણ ગુજરાતમાં પ્રમાણ વધુ જોવા મળ્યું છે. આ કોંગ્રેસની સરકારમાં શરૂ થયેલ યોજનાને ભાજપે પણ આગળ ધપાવી છે. જેમાં શ્રમિકોને સરકાર રોજગારી આપે છે. ગુજરાતનો વિકાસ ફક્ત શહેરો સુધી પહોંચ્યો છે પણ ગામડાઓમાં આજે પણ બેરોજગારી એવીને એવી છે. 


ગાય સાથે સેલ્ફી લેવા હવે પડાપડી થશે! વેલેન્ટાઈન ડેને અનોખા કોન્સેપ્ટ સાથે ઉજવાશે!


ગુજરાતના ગ્રામિણ ક્ષેત્રોમાં કોવિડ- ૧૯ની મહામારીની શરૂઆતથી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી- મનરેગા યોજના હેઠળ આજીવિકા મેળવવાનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. સરકાર ભલે ગુજરાતના બેરોજગારોને નોકરી આપવાના દાવાઓ કરી રહી હોય પણ આ દાવાઓની પોલ ખૂલી ગઈ છે. 


ઉત્તર ગુજરાતની આ યુનિ.માં વિવિધ પાક પર થશે રિચર્સ, જાણો લોકોને શું થશે ફાયદા?


રાજ્યના ૧૪,૨૩૦ ગામ પંચાયતોમાં મનરેગા હેઠળ કામગીરી કરીને વર્ષના ૧૦૦ દિવસની રોજગારી મેળવવા માટે એક કરોડથી વધુ શ્રમિકોએ નોંધણી કરાવી છે. જેમાં સૌથી વધુ આદિવાસી શ્રમિકો છે. રાજ્યમાં ગ્રામિણ વિસ્તારોમાં જળસંચય, પર્યાવરણની જાળવણી માટે વૃક્ષ વાવેતરથી લઇને હવે આવાસ, માર્ગ નિર્માણ જેવી યોજનાઓમાં પણ મનરેગા હેઠળ કામની વહેંચણી થઈ રહી છે. આ કામો હેઠળ લોકોને રોજગારી ચૂકવાઈ રહી છે. 


યુવાનોને ડ્રિમ જોબ અપાવવા સુરતનો યુવાન ઉતર્યો ખાસ મિશન પર, મોટી કંપનીઓમાં અપાવી જોબ


આ આંકડાઓ દેખાડે છે કે ગામડાઓમાં નોકરીઓ નથી. સરકાર વિકાસ વિકાસ કરે છે પણ છેવાડાના માનવી સુધી સરકારનો વિકાસ પહોંચ્યો નથી. શહેરોમાં રોડ રસ્તાઓ અને પુલો બનાવી સરકાર એમ સમજી રહ્યાં છે કે વિકાસ થયો છે પણ ખરેખર વાસ્તવિકતા અલગ છે. 


ભારત સરકારે પ્રસિધ્ધ કરેલા એક અહેવાલ મુજબ કોરોનાની મહામારી અને તેના કારણે સર્જાયેલા લોકડાઉન પૂર્વે વર્ષ ૨૦૧૯- ૨૦માં મનરેગા હેઠળના કામો માટે ગુજરાતને રૂ.૫૫ કરોડ ૩૨ લાખ ફાળવ્યા હતા. પરંતુ લોકડાઉન પછીના નવા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ડિમાન્ડ વધતા પહેલા રૂ.૧,૦૬૬ કરોડ અને ત્યારબાદના વર્ષ ૨૧-૨૨માં રૂ.૧.૧૫૯ કરોડ ૯૨ લાખ જેટલી માતબાર રકમ મનરેગાની યોજના હેઠળ ફાળવાઈ છે.


ગુજરાતમાં અહીં ડબલ પાણી વેરો ચૂકવવા તૈયાર રહેજો, જાણો હવે કેટલો ચૂકવવો પડશે?


ચાલુ નાણાકિય વર્ષે ૭મી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં રૂ.૮૯૭ કરોડ ૮ લાખનું ભંડોળ ગુજરાતને મળ્યુ છે. સળંગ ત્રણ વર્ષથી થઈ રહેલો વધારો જ સ્વંય સ્પષ્ટ કરી રહ્યો છે કે મનરેગા હેઠળ ગ્રામિણ ગુજરાતમાં આજીવિકા મેળવવાનું પ્રમાણ લગભગ બમણું થઈ રહ્યું છે.