રાજકોટ : મધ્યસ્થ જેલમાંથી વધારે એક વખત મોબાઇળ ફોન મળી આવ્યો છે. ઝડતી દરમિયાન સેન્ટ્રલ જેલમાંથી 2 મોબાઇલ ફોન અને એક ચાર્જર મળી આવતા હડકંપ મચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેલમાંથી વારંવાર મોબાઇલ ફોન અને સિમકાર્ડ સહિતની સામગ્રી મળી આવતી હોવાનાં કારણે જેલ તંત્ર સામે સવાલો ખડા થઇ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રમાં મેઘમહેર: અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ, અનેક નદીઓમાં પુર આવ્યા

રાજકોટ જેલમાં હત્યાનાં ગુનામાં જેલમાં રહેલા સાવંત ઉર્ફે લાલી સંજય વાઘેલા નામનાં કેદી પાસેથી ફોન અને તેનું ચાર્જર મળી આવ્યું છે. જ્યારે બીજો એક મોબાઇલ ફોન બાથરૂમની દિવાલ પર ચાર્જીગ કરેલી હાલતમાં મળી આવ્યો હતો. જેના કારણે જેલર દ્વારા પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં એક ફરિયાદ કેદીના નામ જોગ અને બીજી ફરિયાદ અજાણ્યા કેદી વિરુદ્ધ નોંધાવી છે. 


સુરત: આર્થિક સંકડામણથી કંટાળેલા પ્લમ્બરે આત્મહત્યા કરી લીધી

અત્રે ઉલ્લે્ખનીય છે કે, જેલમાં ફોન સહિતની તમામ વસ્તુઓ મળી રહે છે. તેમાં મોટે ભાગે સ્થાનિક સ્ટાફ જ સંડોવાયેલો હોવાનું માનવામાં આવે છે. જેના કારણે સરકાર દ્વારા ઝડતી સ્કવોર્ડની પણ રચના કરવામાં આવી છે. જે અલગ અલગ જેલમાં અચાનક મુલાકાત લઇને તપાસ કરતી હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર