સુરત: આર્થિક સંકડામણથી કંટાળેલા પ્લમ્બરે આત્મહત્યા કરી લીધી

કોરોના વાયરસનાં પગલે તબક્કાવાર લગાવાયાલે લોકડાઉન બાદ હવે સરકાર દ્વારા અનલોક 1.0 દ્વારા તબક્કાવાર તમામ કામગીરી શરૂ કરી દીધી છે. જો કે ધંધા ધીરે ધીરે પાટે ચડી રહ્યા છે પરંતુ રોજનું રળીને રોજ ખાતા લોકો આ લોકડાઉનનાં કારણે ખુબ જ કફોડી સ્થિતીમાં મુકાયા છે. રોજિંદા જીવનનું નિર્વહન કરવું મુશ્કેલ થઇ રહ્યું છે. જેના પગલે અનેક નાના મોટા વેપારીઓ અને કામદારોએ પોતાનું જીવન ટુકાવ્યા છે. તેમાં વધારે એક નામ ઉમેરાયું છે.
સુરત: આર્થિક સંકડામણથી કંટાળેલા પ્લમ્બરે આત્મહત્યા કરી લીધી

સુરત : કોરોના વાયરસનાં પગલે તબક્કાવાર લગાવાયાલે લોકડાઉન બાદ હવે સરકાર દ્વારા અનલોક 1.0 દ્વારા તબક્કાવાર તમામ કામગીરી શરૂ કરી દીધી છે. જો કે ધંધા ધીરે ધીરે પાટે ચડી રહ્યા છે પરંતુ રોજનું રળીને રોજ ખાતા લોકો આ લોકડાઉનનાં કારણે ખુબ જ કફોડી સ્થિતીમાં મુકાયા છે. રોજિંદા જીવનનું નિર્વહન કરવું મુશ્કેલ થઇ રહ્યું છે. જેના પગલે અનેક નાના મોટા વેપારીઓ અને કામદારોએ પોતાનું જીવન ટુકાવ્યા છે. તેમાં વધારે એક નામ ઉમેરાયું છે.

સુરતનાં વેસુ વિસ્તારમાં પ્લમ્બરે આર્થિક સંકડામણથી કંટાળીને આપઘાત કરી લીધો છે. છેલ્લા ઘણા દિવસોથી કામ બંધ રહેલા 65 વર્ષીય જગેશભાઇ ટોપીવાળા માનસિક તણાવ અનુભવી રહ્યા હતા. જેથી આખરે તેમણે કોઝ વેમાં પડતું મુકીને આયખુ ટુંકાવ્યું હતું. સ્થાનિકો દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ફાયરબ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને પીએમ માટે મોકલી આપ્યો હતો. જ્યારે પોલીસ દ્વારા ઘટના અંગે તપાસ ચાલુ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેસુ વિસ્તારમા રહેતા જગેશભાઇ ધનરાજભાઇ ટોપીવાળા A 801, નંદની સોસાયટી વિભાગ 2 વીઆઇપી રોડ પર રહે છે. જો કે તેઓ કામધંધો નહી હોવાના કારણે ખુબ જ કંટાળી ચુક્યા હતા. આર્થિક સંકડામણ પણ અનુભવી રહ્યા હતા. જેના કારણે તેઓએ અંતિમ પગલું ભર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news