મૌલિક ધામેચા/અમદાવાદ : :ગાંધીનગર પાસે આવેલી બીએડ કોલેજની મહિલા પ્રિન્સિપાલના ઘરમાથી મોબાઈલ અને રોકડની ચોરી કર્યા બાદ ચોરે પ્રિન્સિપાલની મિત્રને અશ્લીલ મેસેજ મોકલતા ફરિયાદ નોંધાઈ હતી. નારોલ પોલીસે મહિલા પ્રિન્સીપાલની ફરિયાદ બાદ ગણતરીની કલાકોમા મોબાઈલ ચોરની કરી ધરપકડ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર નજીક આવેલી બીએડ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા મહિલા સાથે એવો બનાવ બન્યો કે, સાંભળીને નવાઈ લાગશે. કારણ કે, એક ચોર ઘરમાંથી મોબાઈલ અને રોકડની તો ચોરી કરી ગયો હતો. પરંતુ સ્ત્રીઓ માટે વિકૃત માનસિકતા ધરાવતા આ ચોરે પ્રિન્સિપાલની મહિલા મિત્રોને અશ્લીલ મેસેજ પણ કર્યા. ઘટનાની વાત કરીએ તો, ગત 30 જુલાઈના રોજ મહિલા પ્રિન્સીપાલના ઘરમા એક ચોર મોબાઈલ તેમજ રૂ 21 હજારના રોકડની ચોરી કરી ફરાર થઈ ગયો. જોકે મહિલા પ્રિન્સીપાલની નોકરીના કારણે પોલીસ ફરિયાદ કરી શક્યા ન હતા. પરંતુ વિકૃત ચોરે તેમના વોટ્સએપ નંબરથી તેમની મિત્રને અશ્લિલ મેસેજ મોકલવાનુ શરૂ કર્યુ હતું. જેની જાણ તેમના મિત્રોએ કરતા અંતે નારોલ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમા મોબાઈલ ચોરને ઝડપી લીધો હતો.


Photos : ધોધમાર વરસાદથી અમદાવાદની હાલત બગડી, બીજા દિવસે સવારે પણ પાણી ન ઓસર્યાં


તસવીરમાં દેખાતો આરોપી યુવક જ મોબાઈલ ચોર છે. સંજય પરમાર નામનો આ યુવક નારોલ શાહવાડી ખાતે રહે છે અને મોબાઈલ ચોરી કરવામાં માસ્ટર માઈન્ડ છે. અગાઉ પણ તેણે મોબાઈલ ચોરી કરી હોવાનુ પોલીસ તપાસમા ખૂલ્યુ છે. 12 પાસ એવો આ ચોર મહિલાઓ માટે વિકૃત માનસિકતા ધરાવે છે. મહિલા પ્રિન્સીપાલનો મોબાઈલ ચોરી કર્યા બાદ આરોપીએ તેનુ વોટ્સએપ ચેક કર્યુ હતું. જેમા કેટલીક મહિલાઓના ડીપી ગમી જતા તેણે અશ્લીલ મેસેજ શરૂ કર્યા હતા. પરંતુ નારોલ પોલીસે મોબાઈલ ચોરને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીની કલાકોમા ઝડપી લીધો હતો. 


નારોલ પોલીસે હાલ તો મોબાઈલ ચોર સંજય પરમારની ધરપકડ કરી છે અને મહિલાને અશ્લીલ મેસેજ મોકલતા ચોરી અને આઈટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. ત્યારે આરોપીએ અગાઉ કેટલી વખત ચોરીને અંજામ આપ્યો છે અને તેની સાથે અન્ય કોઈ વ્યકિત સંડોવાયેલુ છે કે નહિ તે તમામ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.


ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....


Photos : ધોધમાર વરસાદથી અમદાવાદની હાલત બગડી, બીજા દિવસે સવારે પણ પાણી ન ઓસર્યાં