Photos : ધોધમાર વરસાદથી અમદાવાદની હાલત બગડી, બીજા દિવસે સવારે પણ પાણી ન ઓસર્યાં

સોમવારની રાત્રે અમદાવાદ (ahmedabad rains) માં વરસાદે તોફાની બેટિંગ કરી હતી. રાત્રે 9થી 11 વાગ્યામાં સરેરાશ 2 ઈંચથી વધુ વરસાદ તૂટી પડ્યો હતો

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :સોમવારની રાત્રે અમદાવાદ (ahmedabad rains) માં વરસાદે તોફાની બેટિંગ કરી હતી. રાત્રે 9થી 11 વાગ્યામાં સરેરાશ 2 ઈંચથી વધુ વરસાદ તૂટી પડ્યો હતો. મોડી રાત્રે વરસાદ બાદ મંગળવારની સવારે પણ અમદાવાદ (ahmedabad) માં અનેક સ્થળોએ પાણી ઓસર્યા ન હતા. મંગળવારે સવારે અમદાવાદના અનેક સ્થળોએ હજુ પાણી ભરાયેલા મળ્યા. એસપી રિંગરોડ પર ઝુંડાલ સર્કલ ખાતે પુષ્કળ પાણી ભરાયેલા છે. ઝુંડાલ સર્કલ પાસે ફ્લાયરઓવરનું કામ ચાલી રહ્યું છે. જેથી બિસ્માર રોડ અને પાણી ભરાવાથી વાહનચાલકો પરેશાન થયા છે. 

1/4
image

આંકડા પર નજર કરીઓ તો, અમદાવાદમાં સવારે 6થી રાત્રે 12 સુધીમાં સરેરાશ 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉત્તર અને પૂર્વ ઝોનમાં સરેરાશ 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો. મેમકો, ચકુડિયા, ઓઢવ, વિરાટનગરમાં સરેરાશ 4 ઈંચ વરસાદ નોંધાયો. તો નરોડા અને મણિનગર સહિતના વિસ્તારમાં સરેરાશ 4 ઈંચ વરસાદ ખાબક્યો.   

2/4
image

ભારે વરસાદને પગલે મોડી રાતે વાસણા બેરેજના કુલ 5 ગેટ 3 ફૂટ ખોલવામાં આવ્યા હતા. 22, 23, 24, 27 અને 28 નંબરના દરવાજા ખોલી 10,400 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું.

3/4
image

અમરાઈવાડી ભાઇપુરામાં આવેલી 7 ડે સ્કુલની પાછળ એક મકાનની છત પડી હતી. જેમાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. ભારે વરસાદ વચ્ચે રાત્રે 10.15 કલાકે આ બનાવ બન્યો હતો. અમદાવાદ પૂર્વમાં આવેલ અમરાઈવાડી વિસ્તારના શિવાનંદ નગરના ઘરમાં પાણી ભરાયા હતા. 

4/4
image

મોડી રાત્રે ખાબકેલા વરસાદમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ પાણી ભરાયા હતા. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું હતું. હાટકેશ્વર રિગરોડ અમરાઈવાડીથી સેવન ડે સુધી વરસાદી પાણી ભરાતા આગળ વધી રહ્યા હતા. તો મણિનગર ગોરના કુવા માર્ગ પર વરસાદી પાણી ભરાવાની શરુઆત થઈ હતી. કેનાલમા પણ પાણી વધુ માત્રામા જઈ રહ્યુ હતું. તો સીટીએમની અનેક સોસાયટી નીચાણવાળી હોવાથી ત્યાં પણ પાણી ભરાયા હતા. ખોખરા ગુજરાત હાઉસીંગ બોર્ડના વિસ્તારોમા પાણી ભરાયા હતા.