રાજકોટ : શહેરમાં બાળકની જીદનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં આર્થિક સંકડામણના કારણે પુત્રીને મોબાઇલ ન અપાવી શકતા પુત્રીએ આપઘાત કરી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ધોરાજીમાં 13 વર્ષીય સગીરાને તેના માતાપિતાએ ગેમ રમવા માટે મનાઇ કરી હતી. જેથી તેણે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. રાજકોટ જિલ્લામાં આ પ્રકારની ઘટનાનો બીજો બનાવ સામે આવ્યો છે. સમગ્ર બનાવ અંગે વિગતે મળતી માહિતી અનુસાર રાજકોટનાં રૈયાધાર વિસ્તારમાં આવેલી દ્વારકેશ સોસાયટી પાછળ મફતિયાપરામાં રહેતા મિતલબેન હાજલભાઇ બોળીયા નામની 17 વર્ષીય દીકરીએ પોતાનાં ઘરે  છતનાં હુકમાં ચૂંદડી બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાઇટ કર્ફ્યૂમાં નેતાઓ અને ચોર બેફામ? ચોર ખભે ગેસ કટર નાખીને આવ્યો ATM તોડ્યું અને...

પરિવાર દ્વારા તેને શહેરની સિવિલ હોસ્પિટલ લઇ જવાઇ હતી. જ્યાં ફરજ પરનાં તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. સમગ્ર મુદ્દે પોલીસ દ્વારા પંચનામું જેવી કાર્યવાહી કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઉપરાંત પરિવારનાં નિવેદન નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરી હતી. પોલીસ પુછપરછમાં સામે આવ્યું કે, મૃતક યુવતીનાં પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તેની માતા આસપાસનાં ઘરોમાં ઘરકામ કરવા માટે જાય છે. 


ચોમાસામાં તળ ઉંચુ આવતા ભાવનગરમાં શિયાળામાં રેકોર્ડબ્રેક વાવેતર થયું છે

છેલ્લા થોડા સમયથી મિત્તલ નવા મોબાઇલ માટે જીદ કરી રહી હતી. જો કે આર્થિક સ્થિતી સારી નહી હોવાનાં કારણે થોડા સમય માટે મનાઇ કરી હતી. જેથી તેને માઠુ લાગી આવતા તેણે ગળેફાંસો ખાઇને અંતિમ પગલું ભર્યું હતું. આ અગાઉ 25 ડિસેમ્બરે ધોરાજીના સ્વાતિ ચોકમાં 13 વર્ષીય સગીરે ગેમ નહી રમવા દેવા મુદ્દે  માઠુ લગાડીને આપઘાત કરી લીધો હતો.જેના કારણે માતા પિતા પર આભ ફાટી પડ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube