નાઇટ કર્ફ્યૂમાં નેતાઓ અને ચોર બેફામ? ચોર ખભે ગેસ કટર નાખીને આવ્યો ATM તોડ્યું અને...

હાલમાં જ વડોદરા શહેરમાં એક સીસીટીવી વાયરલ થઇ રહ્યા છે. જેમાં મકરપુરા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે આ બનાવમાં સૌથી ચોંકાવનારી બાબત છે કે, એટીએમ તોડવા માટે ચોર કોઇના પણ ડર વગર પોતાના ખભે મસમોટુ ગેસકટર નાખીને આવ્યો હતો. આ ચોરને જાણે કોઇ ડર ન હોય તેમ આરામથી પોતાનું બાઇખ પાર્ક કર્યું હતું. ગેસ કટર ખભે નાખીને એટીએમમાં ઘુસ્યો હતો. 
નાઇટ કર્ફ્યૂમાં નેતાઓ અને ચોર બેફામ? ચોર ખભે ગેસ કટર નાખીને આવ્યો ATM તોડ્યું અને...

વડોદરા : હાલમાં જ વડોદરા શહેરમાં એક સીસીટીવી વાયરલ થઇ રહ્યા છે. જેમાં મકરપુરા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે આ બનાવમાં સૌથી ચોંકાવનારી બાબત છે કે, એટીએમ તોડવા માટે ચોર કોઇના પણ ડર વગર પોતાના ખભે મસમોટુ ગેસકટર નાખીને આવ્યો હતો. આ ચોરને જાણે કોઇ ડર ન હોય તેમ આરામથી પોતાનું બાઇખ પાર્ક કર્યું હતું. ગેસ કટર ખભે નાખીને એટીએમમાં ઘુસ્યો હતો. 

બિલ્ડીંગના સીસીટીવી વીડિયોમાં આ ચોર કેદ થયો હતો. જો કે એટીએમ તોડવામાં તે નિષ્ફળ રહ્યો હતો. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેના કારણે પોલીસનાં રાત્રી કર્ફ્યૂના દાવા અને પેટ્રોલિંગના દાવા પર સવાલો ઉઠી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસનાં રાત્રી કર્ફ્યૂનાં દાવાઓ વચ્ચે અનેક એવી ઘટનાઓ સામે આવી જેમાં પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે. જેમાં ખાસ કરીને રાત્રી દરમિયાન અનેક શહેરોમાં ખુન, બર્થડેની ઉજવણી અને લગ્ન જેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના ગાઇડલાઇનના ભંગના સૌથી વધારે કિસ્સામાં વ્યક્તિ કાં તો અસામાજીક તત્વ હોય છે અથવા તો નેતા હોવાનું સામે આવે છે. 

Corona Vaccine: જાણો રસીકરણના મહાઅભિયાન માટે શું છે ગુજરાત સરકારનો માસ્ટર પ્લાન
રવિવારે મોડી રાત્રે 2.30 વાગ્યે મકરપુરા વિસ્તારમાં આવેલા એસબીઆઇનાં એટીએમને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એસબીઆઇનું એટીએમ તોડવા માટે ચોર ગેસકટર સહિતનો સામાન ખભે નાખીને આરામથી આવ્યો હતો. એસબીઆઇ તોડવા માટે લાંબા સમય સુધી એટીએમમાં મથ્યો પણ હતો. જો કે તે કેશ બોક્સ કાઢવામાં સફળ રહ્યો નહોતો. જેના કારણે કેશ તો બચી ગઇ હતી પરંતુ એટીએમ મશીન બદલવાનો વારો આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news