ગાંધીનગર: દેશમાં ભાજપ સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારો થવાની સંભાવના છે. મોદી કેબિનેટનું કમૂરતાં પતે પછી ઉત્તરાયણ બાદ વિસ્તરણ કરાશે એવી અટકળો ચાલી રહી છે ત્યારે ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, મોદીના વિસ્તરણમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિતનાં જે રાજ્યોમાં ચૂંટણી પતી ગઈ છે એ રાજ્યોના મંત્રીઓનાં પત્તાં કપાશે. આમ ભાજપમાં ગુજરાતનું કદ ઘટે તેવી સંભાવના છે. તેમના સ્થાને મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને કર્ણાટક એ ચાર રાજ્યોના સાંસદોને મંત્રી બનાવાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને કર્ણાટક એ ચાર મોટાં રાજ્યોમાં ચૂંટણી છે. લોકસભાની ચૂંટણી પહેલાંની આ સેમીફાઈનલ છે. ભાજપ માટે અહીં જીત મેળવવી એ અતિ અગત્યની છે. આ રાજ્યો પૈકી મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં ભાજપની સરકાર છે પણ ભાજપની હાલત ખરાબ છે. રાજસ્થાન, છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારો છે પણ બંને કોંગ્રેસી મુખ્યમંત્રી મજબૂત હોવાથી આ ચાર રાજ્યોને ધ્યાનમાં રાખીને મોદી કેબિનેટનું વિસ્તરણ કરાશે. આમ ભાજપ આ રાજયોમાં જીત માટે મંત્રી પદની લ્હાણી કરી શકે છે. 


ભૂપેન્દ્ર પટેલની છબીને સ્વચ્છ રાખવાનો તોડ એટલે હસમુખ અઢિયા, આ કારણે CMOમાં પહોંચ્યા


જો એવું થયું તો રૂપાલા, દેવુસિંહ ચૌહાણ, મહેન્દ્ર મુંજપરા અને દર્શનાબેન જરદૌશના મંત્રી પદ પર ખતરો આવી શકે છે. હાલમાં ગુજરાતમાંથી અમિત શાહ ગૃહમંત્રી અને મનસુખ માંડવિયા આરોગ્યમંત્રી છે. વિદેશ મંત્રી જયશંકર પણ ગુજરાતની સીટ પરથી મંત્રી હોવાથી નવા મંત્રીમંડળમાં ગુજરાતનું કદ ઘટી શકે છે. 


ગુજરાત હવે આપશે ઝેરનું મારણ! સાપના ઝેરમાંથી બનશે ઝેર વિરોધી દવાનો પાવડર


આ ચાર રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સંગઠનમાં પણ ફેરફાર કરવા માગે છે. મોદીએ તમામ મંત્રીઓના રીપોર્ટ કાર્ડ મંગાવ્યાં છે કે જેથી કોના પત્તાં કાપવાં તેનો નિર્ણય લઈ શકાય. કર્ણાટકમાં માર્ચ-એપ્રિલમાં ચૂંટણી હોવાથી સંસદનું બજેટ સત્ર શરૂ થાય ત્યાં સુધીમાં ફેરફારો કરી દેવાશે. 


ખુશખબર! અમદાવાદમાં સાવ સસ્તામાં મળશે સપનાનો મહેલ!


આમ ભાજપ સંગઠન અને સરકારમાં ફેરફાર કરશે તો ગુજરાતમાં પણ મોટા ફેરફારો થશે. હાલમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતના 7 મંત્રીઓ છે.  ગુજરાતમાં હવે ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે અને ભાજપ રેકોર્ડબ્રેક સીટથી વિજેતા બન્યું હોવાથી હવે આગામી સમયમાં ભાજપના ફેરફારોમાં ગુજરાતનું કદ ઘટશે એવી ચર્ચાઓ છે.