રાજકારણ! ભૂપેન્દ્ર પટેલની છબીને સ્વચ્છ રાખવાનો તોડ એટલે હસમુખ અઢિયા, આ કારણે CMOમાં પહોંચ્યા

સૂત્રોના જણાવ્યા મુજબ ડો. અઢિયાની નિમણૂક અમુક સ્થાનિક કોર્પોરેટ અને બિઝનેસ જૂથોના કેટલાક લાયઝન મેનેજરોના દબદબાને ઘટાડવા માટે કરવામાં આવી છે. આ લોકોએ કેટલાક અધિકારીઓ સાથે બિનતંદુરસ્ત સંબંધો વિકસાવ્યા છે.

રાજકારણ! ભૂપેન્દ્ર પટેલની છબીને સ્વચ્છ રાખવાનો તોડ એટલે હસમુખ અઢિયા, આ કારણે CMOમાં પહોંચ્યા

અમદાવાદ: ગુજરાતમાં સીએમઓમાં કે કૈલાસનાથન હોવા છતાં મોદીએ હસમુખ અઢિયા અને રાઠોડની નિયુક્તિ કરીને ઘણાને ચોંકાવી દીધા છે. મોદી દિલ્હી બેઠા બેઠા સીધી નજર હવે સીએમઓમાં રાખશે. કે કૈલાસનાથન હોવા છતાં સીએમઓમાં અઢિયાની હાજરી કોર્પોરેટ ગ્રૂપને અસર કરશે. ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડો. હસમુખ અઢિયાની ઊર્જા, નાણાં, શિક્ષણ અને મૂડીરોકાણ સંબંધિત નીતિ વિષયક બાબતો જેવા મહત્ત્વના વિષયો પર મુખ્ય સલાહકાર તરીકે નિમણૂકથી ગુજરાતની બ્યુરોક્રેસી સંપૂર્ણ રીતે આશ્ચર્યચકિત થઈ ગઈ છે. 

સૂત્રોના જણાવ્યા મુજબ ડો. અઢિયાની નિમણૂક અમુક સ્થાનિક કોર્પોરેટ અને બિઝનેસ જૂથોના કેટલાક લાયઝન મેનેજરોના દબદબાને ઘટાડવા માટે કરવામાં આવી છે. આ લોકોએ કેટલાક અધિકારીઓ સાથે બિનતંદુરસ્ત સંબંધો વિકસાવ્યા છે. કોર્પોરેટ્સ દ્વારા જે મંજૂરીઓ મેળવવામાં આવી છે તે ઘણીવાર રાજ્યના હિત માટે હાનિકારક હોય છે. 

કેટલાક ઉદ્યોગ પ્રતિનિધિઓ તેમની ફાઈલો ક્લિયર કરાવવા સરકારમાં અનુરૂપ નીતિ વિષયક બાબતોમાં આવા અધિકારીઓનો ઉપયોગ કરે છે. પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ આવી પ્રથાઓને રોકવા માગે છે તેથી જ હસમુખ અઢિયા કે જેઓ પ્રામાણિક્તા માટે જાણીતા છે તેમની નિયુક્તિ સચિવાલયમાં ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે કરી છે. 

મૂળ એટલી ચર્ચા છે કે, કોર્પોરેટના લાયેઝનરોથી સ્વર્ણિમને સ્વચ્છ રાખવા અઢિયાની નિમણૂક કરાઈ છે. ડૉ. હસમુખ અઢિયા તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગલોરમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ છે. નાણાં અને મહેસૂલ સચિવ તરીકે તેમને ભારતમાં GSTના સફળ અમલીકરણનું શ્રેય આપવામાં આવ્યું હતું.

ડૉ. હસમુખ અઢિયા ભારતીય વહીવટી સેવાના અધિકારી છે, તેઓ કેન્દ્ર સરકારમાં નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપી ૩૦ નવેમ્બર, ૨૦૧૮એ નિવૃત્ત થયા છે અને તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે. આમ આ નિમણુંક કરી મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે અને ભૂપેન્દ્ર પટેલની સ્વચ્છ છબી રાખવાનો પ્રયાસ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news