ખુશખબર! અમદાવાદમાં સાવ સસ્તામાં મળશે સપનાનો મહેલ!

ક્રેડાઈ અમદાવાદ- ગાહેડ દ્વારા આગામી તા. ૬-૭ અને ૮ જાન્યુઆરી-૨૦૨૩ દરમ્યાન 17માં ગાહેડ પ્રોપર્ટી શૉનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ  પ્રોપર્ટીશોનું ઉદઘાટન કરશે. ગાહેડ પ્રોપર્ટી શોમાં 250 કરતાં વધુ ડેવલપરના પ્રોજેક્ટ હશે.

ખુશખબર! અમદાવાદમાં સાવ સસ્તામાં મળશે સપનાનો મહેલ!

અમદાવાદ: અમદાવાદના આંગણે ફરી એકવાર ગાહેડ પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘરનું ઘર વસાવવા માંગતા હોય તેવા લોકો માટે 25 લાખથી માંડી 10 કરોડ સુધીની પ્રોપર્ટી હશે.

ક્રેડાઈ અમદાવાદ- ગાહેડ દ્વારા આગામી તા. ૬-૭ અને ૮ જાન્યુઆરી-૨૦૨૩ દરમ્યાન 17માં ગાહેડ પ્રોપર્ટી શૉનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ  પ્રોપર્ટીશોનું ઉદઘાટન કરશે. ગાહેડ પ્રોપર્ટી શોમાં 250 કરતાં વધુ ડેવલપરના પ્રોજેક્ટ હશે. એલાઇડ ઇન્ડસ્ટ્રીઝ મુખ્ય બેંક અને ડેવલપરના કુલ 65 સ્ટોલ હશે. ઘરનું ઘર વસાવવા માંગતા હોય તેવા લોકો માટે 25 લાખથી માંડી 10 કરોડ સુધીની પ્રોડક્ટ હશે.

અમદાવાદની આજુ બાજુમાં ગીફ્ટ સીટી, ફાર્માપાર્ક, લોજિસ્ટિક પાર્ક જેવા આકાર પામશે. ૨૫ થી ૪૫ વર્ષના યુથ અત્યારે અમદાવાદમાં પોતાનું મકાન વસાવી રહ્યા છે. હાઉસીંગ સેકટર સહિત પ્રોપર્ટી માર્કેટમાં 10 થી 15% ની માંગમાં વધારો થયો છે. ત્યારે એન આર આઇ અને એન આર જી દ્વારા પ્રોપર્ટીમાં રોકાણ માટે વ્યાપક ઇન્કવાયરી થઈ છે.

ગુજરાતમાં રોજગારીની વિપુલ તકો હોવાથી કાયમી સ્થાઈ થવા અમદાવાદ તરફ લોકો વધુ આકર્ષિત થઈ રહ્યા છે. દેશના અન્ય મેટ્રો સીટીની સરખામણીમાં આજે પણ અમદાવાદ શહેરમાં પ્રોપર્ટીઓના ભાવ ખૂબ જ રીઝનેબલ હોવાનું જણાવાયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news