સેલવાસમાં પૈસા થઇ જાય છે ડબલ, લોકો કરોડો રૂપિયા લઇને લગાવે છે લાઇનો પણ...
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં ડિજિટલ કરન્સી એવી ક્રીપ્ટો કરન્સીમાં એક માલેતુજારે મોટી કમાણી કરવાની લાલચ ભારે પડી છે. અજાણી વેબસાઈટ પરથી ડિજિટલ કરન્સી ખરીદનાર સતીશ કુમાર નામનો માલેતુજાર એવો ફસાયો કે તેણે રૂપિયા 30 લાખ ખોવાનો વારો આવ્યો છે. પોતાની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થતા ભોગ બનનારે સેલવાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતાં હતા. દાદરા નગર હવેલી પોલીસે આ મામલામાં ડિજિટલ કરન્સીના નામે લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી અને ચૂનો લગાવનાર કેરલની એક ગેંગના બે ભેજાબાજની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે .
નિલેશ જોશી/સેલવાસ : સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં ડિજિટલ કરન્સી એવી ક્રીપ્ટો કરન્સીમાં એક માલેતુજારે મોટી કમાણી કરવાની લાલચ ભારે પડી છે. અજાણી વેબસાઈટ પરથી ડિજિટલ કરન્સી ખરીદનાર સતીશ કુમાર નામનો માલેતુજાર એવો ફસાયો કે તેણે રૂપિયા 30 લાખ ખોવાનો વારો આવ્યો છે. પોતાની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થતા ભોગ બનનારે સેલવાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતાં હતા. દાદરા નગર હવેલી પોલીસે આ મામલામાં ડિજિટલ કરન્સીના નામે લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી અને ચૂનો લગાવનાર કેરલની એક ગેંગના બે ભેજાબાજની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે .
છેલ્લા કેટલાક સમયથી ક્રીપ્ટો કરન્સી જેવી ડિજીટલ કરન્સીમાં લોકો રોકાણ કરી રહ્યા છે. માલેતુજારો ઓછા સમયમાં શોર્ટકટમાં વધુ વળતરની લાલચે ડિજિટલ કરન્સીમાં લાખો રૂપિયા રોકી રહ્યા છે. ત્યારે દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસના સામરવરણીના સતીશ કુમાર નામમાં એક માલેતુજારે ઝડપી નાણાં કમાવાની અને વધારે વળતર મેળવવાની લાલચે એક અજાણી લીંક પરથી ડિજિટલ કરન્સી ખરીદવા પ્રયાસ કર્યો. આથી કેટલાક ભેજાબાજોએ તેમનો સંપર્ક કરી અને પ્રથમ વોટસઅપ ગ્રુપમાં તેમને જોડી અને ત્યારબાદ લોભામણી લાલચો આપી હતી.
શરૂઆતમાં સાચી ડિજિટલ કરન્સી આપી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યાર બાદ એક પછી એક એમ અનેક વખત જુદા જુદા એકાઉન્ટમાં પૈસા મંગાવી કુલ રૂપિયા 30 લાખથી વધુ રૂપિયા પડાવી લીધા હતા. ત્યાર બાદ તે અજાણી વેબસાઈટ બંધ થઈ જતા સેલવાસના માલેતુજાર પોતે છેતરાયો હોવાના ભાન થયું હતું. પોતાની સાથે લાખોની છેતરપિંડી થઈ હોવાની જાણ થઇ હતી. સેલવાસ પોલીસનું શરણ લીધું અને સેલવાસ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ભેજાબાજો સામે ફરિયાદ દાખલ કરાવી હતી. મસમોટા સાયબર ક્રાઇમની ફરિયાદ દાખલ થતાં સેલવાસ પોલીસની એક ટીમ આ સાયબર ભેજાબાજોને ઝડપવા તમામ દિશામાં તપાસ તેજ કરી હતી. આખરે સેલવાસ પોલીસને સફળતા મળી અને આ કેસમાં પ્રથમ કેરલથી મોહમદ અનસ અને એલ્બિંન સીબી નામનાબે આરોપીઓને દબોચી લીધા છે.
આ બંને આરોપીઓને સેલવાસ લાવી અને તેમની આગવી ઢબે પુછપરછ કરતાં ડિજિટલ કરન્સીના નામે લોકોને લલચાવી અને લાખો રૂપિયાની છેતરપિંડી કરતી આ ગેંગના નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે કે, છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ડિજિટલ કરન્સીનો ક્રેઝ વધી રહ્યો છે. ઓછા સમય અને ઓછા નાણાંનું રોકાણ કરી ઝડપી અનેક ગણું વળતર વળતર મેળવવાની લાલચે લોકો ડિજિટલ કરન્સીમાં રોકાણ કરે છે. આખરે આવા લોકોની લાલચનો ફાયદો આવા સાયબર ભેજાબાજો ઉઠાવે છે.
જેઓ લોકોને ફેક ડિજિટલ કરન્સી પધરાવી અને લાખો રૂપિયાની ઉઘરાણી કરે છે. પોલીસની તપાસમાં પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ ભેજાબાજ ગેંગના સાગરીતો કામ અલગ અલગ રીતે કરે છે. કોઈ પોતાના એકાઉન્ટમાં પૈસા જમા કરાવે છે. તો અન્ય લોકો આવા લોકોને શિકાર બનાવે છે. આમ આ સાયબર ભેજાબાજો cryptocurrency નામે અનેક લોકોને પોતાનો શિકાર બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરે છે. આ ગેંગની મોડ્સ ઓપરેન્ડી પણ ખુબ જટિલ છે .
દેશના નાણા પ્રધાન નિર્મલા સીતારામને આ વખતના બજેટ માં ક્રિપ્ટો કરંસી માટે અનેક કડક કાયદા બનાવ્યા છે. દાદરા નગર હવેલીમાં ક્રિપ્ટો કરન્સીના નામે છેતરપિંડીનો પહેલો કિસ્સો બહાર આવ્યો છે, ત્યારે અત્યારે બે આરોપીઓ ધરપકડ થઈ છે. આ ક્રિપ્ટો કરન્સી સ્કેમની ચેનની એક કડી તોડવામાં સેલવાસ પોલીસ સફળ થઇ છે. પરંતુ સેલવાસ પોલીસ આ સ્કેમની વધુ ઊંડાણમાં તપાસ કરે તો ડિજિટલ કરન્સીના નામે લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ભેજાબાજ ગેંગે આચરેલા દેશવ્યાપી મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube