ગોધરાકાંડ: 20 વર્ષ પહેલાની ગોઝારી ઘટનામાં આ લોકોએ ગુમાવ્યા હતા જીવ, સાબરમતી એક્સપ્રેસના S-6 ડબ્બામાં સવાર લોકોની યાદી
27 ફેબ્રુઆરી 2002નો એ ગોઝારો દિવસ કોણ ભૂલી શકે? જ્યારે ગોધરા રેલવે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર એસ-6માં 59 કારસેવકોને જીવતા ભૂંજી નાખવાની ઘટનાએ સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ દેશને હચમચાવી દીધો હતો. આ ઘટના બાદ તેના આકરા પડઘા ગુજરાતમાં પડ્યા હતાં અને ઠેર ઠેર તોફાનો ફાટી નીકળ્યા હતા. આ ઘટનામાં જે લોકોના મોત થયા તેમની ઓળખાણ વિશે આજે પણ ખુબ જદ્દોજહેમત કરો ત્યારે ક્યાંક ખૂણે ખાચરેથી નામ મળી શકે છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદ: 27 ફેબ્રુઆરી 2002નો એ ગોઝારો દિવસ કોણ ભૂલી શકે? જ્યારે ગોધરા રેલવે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર એસ-6માં 59 કારસેવકોને જીવતા ભૂંજી નાખવાની ઘટનાએ સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ દેશને હચમચાવી દીધો હતો. આ ઘટના બાદ તેના આકરા પડઘા ગુજરાતમાં પડ્યા હતાં અને ઠેર ઠેર તોફાનો ફાટી નીકળ્યા હતા. આ ઘટનામાં જે લોકોના મોત થયા તેમની ઓળખાણ વિશે આજે પણ ખુબ જદ્દોજહેમત કરો ત્યારે ક્યાંક ખૂણે ખાચરેથી નામ મળી શકે છે.
ગોધરા કાંડની વરસી ઢૂંકડી છે ત્યારે આ ગોઝારી ઘટનાની ભયંકર યાદો ફરી તાજી થઈ રહી છે. ફેબ્રુઆરી 2002માં જ્યારે હજારો કારસેવકો શ્રી રામજન્મભૂમિ પર આયોજિત પૂર્ણહૂતિ મહાયજ્ઞમાં ભાગ લેવા માટે આખા દેશમાંથી ભેગા થયા હતા. ત્યારે ગુજરાતમાંથી ગયેલા શ્રદ્ધાળુઓ સેંકડો અન્ય યાત્રીઓ સાથે 25 ફેબ્રુઆરીએ અમદાવાદ પાછા ફરવા માટે નીકળ્યા હતા. બે દિવસ બાદ ટ્રેન 27 ફેબ્રુઆરીના રોજ સવારે 7.43 વાગે ગોધરા પહોંચી અને જેવી ટ્રેન સ્ટેશનથી રવાના થઈ કે કોઈએ સાકળ ખેંચી ટ્રેનને રોકી. ટ્રેન રોકાતા જ લગભગ બે હજારની ભીડ ભેગી થઈ. મુસ્લિમ ભીડે પથ્થરમારો કરીને રેલવેના ચાર ડબ્બામાં આગ લગાવી દીધી હતી જેના કારણે કેટલાક મુસાફરો અંદર જ ફસાઈ ગયા અને મોતને ભેટ્યા. આ આગમાં 59 લોકો જીવતા ભડથું થઈ ગયા. જેમાંથી 20 જેટલા બાળકો હતા અને 27 મહિલાઓ હતી.
ગોધરા કાંડ પછી ગુજરાતમાં ચારેકોર સાંપ્રદાયિક તોફાનો પણ ફાટી નીકળ્યા હતા. આ તોફાનોમાં 1044 લોકો માર્યા ગયા હતા. રાજ્યની સ્થિતિ એટલી બગડી હતી કે ઘટનાના ત્રીજા દિવસે સેના ઉતારવાની ફરજ પડી હતી. ગોધરા કાંડની તપાસ માટે તે સમયે 6 માર્ચ 2002ના રોજ તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીએ નાણાવટી-શાહ પંચની રચના પણ કરી હતી. હાઈકોર્ટના રિટાયર્ડ જજ કે જી શાહ અને સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જી ટી નાણાવટી તેના સભ્ય હતા. આ પંચે પોતાના રિપોર્ટનો પહેલો ભાગ સપ્ટેમ્બર 2008ના રોજ રજૂ કર્યો હતો. જેમાં ગોધરામા ઘટેલી ઘટનાને જાણી જોઈને રચેલું ષડયંત્ર ગણાવવામાં આવ્યું હતું. આ સાથે જ તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીને ક્લિન ચીટ પણ અપાઈ હતી. જો કે તે વખતે સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ગોઝારી ઘટનાનો ભોગ બનેલા લોકોની ઓળખ ક્યારેય સાર્વજનિક ન કરાઈ જેને લઈને અનેક સવાલ પણ ઉઠ્યા. ગોધરાકાંડની ઘટના ઘટી ત્યારે તે સમયે કેન્દ્રીય રેલવે મંત્રી નીતિશકુમાર હતા. જે હાલ બિહારના મુખ્યમંત્રી છે.
ગોધરાકાંડ માટે 31 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા. 2011માં SIT કોર્ટે કેસના 11 દોષિતોને ફાંસી અને 20ને આજીવન કેદની સજા સંભળાવી હતી. ત્યારબાદ જો કે ઓક્ટોબર 2017માં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. આ બધા વચ્ચે હજુ પણ આપણા માટે એ સવાલ તો ઊભો જ છે કે ગોધરા કાંડમાં સાબરમતી એક્સપ્રેસમાં જીવતા ભૂંજાઈ જનારા તે 59 કારસેવકો આખરે કોણ હતા? અહીં અમે તમને જણાવીશું એ ગોઝારી ઘટનામાં જેમણે પોતાના જીવ ગુમાવ્યા હતાં તેમાંથી કેટલાક મૃતકોના નામ....
જીવ ગુમાવનારા લોકોના નામની યાદી
1. નીલિમાબેન પ્રકાશભાઈ ચૂડાગર (રામોલ, અમદાવાદ)
2. જ્યોતિબેન ભરતભાઈ પંચાલ (મણીનગર, અમદાવાદ)
3. પ્રેમાબેન નારાયણભાઈ ડાભી ( ગીતામંદિર, અમદાવાદ)
4. જીવીબેન પરમભાઈ ડાભી, (ગીતામંદિર, અમદાવાદ)
5. દેવકલાબેન હરિપ્રસાદ જોશી (ચાંદલોડિયા, અમદાવાદ)
6. ઝવેરભાઈ જાદવભાઈ પ્રજાપતિ ( વસ્ત્રાલ, અમદાવાદ)
7. મિતલબેન ભરતભાઈ પ્રજાપતિ ( મણીનગર, અમદાવાદ)
8. નીતાબેન હર્ષદભાઈ પંચાલ ( ન્યૂ રાણીપ, અમદાવાદ)
9. હર્ષદભાઈ હરગોવિંદભાઈ પંચાલ ( ન્યૂ રાણીપ, અમદાવાદ)
10. પ્રતિક્ષાબેન હર્ષદભાઈ પંચાલ ( ન્યૂ રાણીપ, અમદાવાદ)
11. નીરુબેન નવીનચંદ્ર બ્રહ્મભટ્ટ (સંકેત સોસાયટી, વડનગર)
12. છાયાબેન હર્ષદભાઈ પંચાલ (ન્યૂ રાણીપ, અમદાવાદ)
13. ચિરાગભાઈ ઈશ્વરભાઈ પટેલ (વાઘોડિયા, વડોદરા)
14. સુધાબેન ગીરીશચંદ્ર રાવલ (ચાંદલોડિયા, અમદાવાદ)
15. માલાબેન શરદભાઈ મ્હાત્રે (આંબાવાડી, અમદાવાદ)
16. અરવિંદાબેન કાંતિલાલ શુકલ (રામોલ, અમદાવાદ)
17. ઉમાકાંત ગોવિંદભાઈ મકવાણા (નવા નરોડા, અમદાવાદ)
18. સદાશિવ વિઠ્ઠલભાઈ જાદવ (સુરેલિયા એસ્ટેટ રોડ, અમદાવાદ)
19. મણીબેન ડાહ્યાભાઈ દવે (નવા નરોડા, અમદાવાદ)
20. જેસલકુમાર મનસુખભાઈ સોની (વસ્ત્રાલ, અમદાવાદ)
21. મનસુખભાઈ કાનજીભાઈ સોની (વસ્ત્રાલ, અમદાવાદ)
22. રતીબેન શિવપ્રસાદ (નગર નિગમ ક્વાર્ટર, વિજય મીલ નરોડા, અમદાવાદ)
23. જમના પ્રસાદ રામાશ્રય તિવારી (નગર નિગમ ક્વાર્ટર, વિજય મીલ નરોડા, અમદાવાદ)
24. સતીષ રમણલાલ વ્યાસ (ઓઢવ, અમદાવાદ)
25. શાંતાબેન જશભાઈ પટેલ (આણંદ)
26. ઈન્દિરાબેન બંસીભાઈ પટેલ (આણંદ)
27. રાજેશભાઈ સરદારજી વાઘેલા (ખોખરા, અમદાવાદ)
28. શીલાબેન મફતભાઈ પટેલ ( આણંદ)
29. મંજૂલાબેન કિર્તીભાઈ પટેલ (આણંદ)
30. ચંપાબેન મનુભાઈ પટેલ (આણંદ)
31. દિવાળીબેન રાવજીભાઈ પટેલ (માતર, ખેડા)
32. લલીતાબેન કરણશીભાઈ પટેલ (કડી, મહેસાણા)
33. મંગુબેન હીરજીભાઈ પટેલ (કડી, મહેસાણા)
34. પ્રહલાદભાઈ જયંતીભાઈ પટેલ (અંબિકા ટાઉનશીપ, પાટણ)
35. ભીમજીભાઈ કરસનભાઈ પટેલ (ખેડબ્રહ્મા, સાબરકાંઠા)
36. લખુભાઈ હીરાજીભાઈ પટેલ (સાબરકાંઠા)
37. વિઠ્ઠલભાઈ પુરુષોત્તમભાઈ પટેલ ( ડુંગરજીની ચાલી, ખોખરા, અમદાવાદ)
38. શૈલેષ રણછોડભાઈ પંચાલ (સંકલ્પ સોસાયટી, સુરેન્દ્રનગર)
39. અમૃતભાઈ જોઈતારામ પટેલ (ગમનપુરા, મહેસાણા)
40. નરેન્દ્ર નારાયણભાઈ પટેલ (ગમનપુરા, મહેસાણા)
41. રમણભાઈ ગંગારામ પટેલ (મહેસાણા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે