Ambalal Patel : ગુજરાતમાં હવે બારેમાસ ચોમાસું જેવી સ્થિતિ રહે છે. વર્ષના વચલા દહાડે ગમે ત્યારે કમોસમી વરસાદ આવી ચઢે છે. આવામાં ખરુ ચોમાસું કેવુ જશે તે વધુ મહત્વનું છે. વર્ષ 2024 નું ચોમાસું કેવુ જશે તે માટે ભવિષ્યવાણી આવી ગઈ છે. આગાહીકાર અંબાલાલ પટેલે અત્યારથી જ ચોમાસાની આગાહી કરી છે. આ વર્ષે ચોમાસુ વહેલુ શરૂ થવાની શક્યતા છે. સાથે જ આ વર્ષે ચોમાસુ સારું રહેવાની શક્યતા હોવા છતાં કેટલાક ભાગોમાં વરસાદની વહેંચણી અનિયમિત રહે તેવી પણ આગાહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ચોમાસું ક્યારે શરૂ થશે 
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસું વહેલા શરુ થવાની શક્યતા છે. 10 થી 12 મે સુધીમાં દેશમાં આંધીવંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે. 23-24 મે સુધીમાં વાદળો આવશે. 8 થી 12 જૂનમાં ચોમાસાની શરૂઆત થશે. સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનથી ચોમાસુ શરું થાય છે. આ વર્ષે આંધીવંટોળ અને ભારે પવન સાથે વરસાદ રહેશે. 


રૂપાલા વિવાદમાં IB ના રિપોર્ટથી સરકારની ઊંઘ ઉડી, એક ગ્રૂપથી થઈ રહ્યો છે દોરીસંચાર


જુલાઈમાં સારો વરસાદ રહેશે
સારા ચોમાસા અંગે તેમણે કહ્યું કે, 28 જૂનથી રાજ્યના મોટાભાગમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે. જુલાઈ માસમાં સારો વરસાદ રહેશે. પાક માટે આ વર્ષે પશ્ચત્તર વરસાદની શક્યતા રહેતા દુધિયા દાણા આવાની અવસ્થામાં પાક ઉપર વિષમ અસર થાય છે. આ વર્ષે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ નોંધાઈ શકે છે. તો વલસાડ અને બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. 


રાજસ્થાનથી આવતા રાજપૂતોને બોર્ડર પર અટકાવાયા, કરણી સેનાના શિલાદેવી ગોગામેડીની અટકાયત


16 એપ્રિલથી રાજ્યમાં ગરમીનો કહેર વર્તાશે
અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરતા જણાવ્યું કે, 16 એપ્રિલથી રાજ્યમાં ગરમીનો કહેર વર્તાશે. મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. 18 એપ્રિલથી કચ્છ અને મધ્યપ્રદેશમાં વાદળો આવવાની શક્યતા છે. વડોદરા, આણંદ અને અમદાવાદનું તાપમાન 42-43 ડિગ્રી રહેવાની શક્યતા છે. જેની અસર ગુજરાતનાં ભાગો ઉપર થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં હળવી પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 27 એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે. 10 થી 12 મે સુધીમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે.


ભાવનગરના હાઈવે પર મોતની ચીચીયારી ગુંજી, બે અલગ અલગ અકસ્માતમાં 6 ના મોત