રૂપાલાના વિવાદમાં IB એ આપેલા રિપોર્ટથી સરકારની ઊંઘ ઉડી, એક ગ્રૂપથી થઈ રહ્યો છે દોરીસંચાર

Rajput Samaj Grand Convocation : રૂપાલાનો વિવાદ તૂલ પકડતા સરકારે ગુપ્તચર રિપોર્ટ મંગાવ્યો હતો, જેમાં પડદા પાછળ ભાજપના જ નેતાઓ હોવાનું ખૂલ્યું છે, રૂપાલાના રાજકીય કદને વેતરવા માટે એક અદ્રષ્ય ગ્રૂપ દ્વારા દોરીસંચાર થઈ રહ્યો છે, આંદોલન માટે આર્થિક સહાય પણ કરાઈ હોવાનો ખુલાસો થયો  
 

રૂપાલાના વિવાદમાં IB એ આપેલા રિપોર્ટથી સરકારની ઊંઘ ઉડી, એક ગ્રૂપથી થઈ રહ્યો છે દોરીસંચાર

Gujarat BJP Internal Politics : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે ઉભો થયેલો વિરોધ કેમ કરીને શાંત નથી થઈ રહ્યો. કહેવાય છે કે, અન્ય કોઈ નહિ પણ ભાજપના જ અસંતુષ્ટો અસલી ખેલાડી છે. અનેક નેતાઓ સામે આંગળી પણ ચીંધાઈ છે. ત્યારે હવે જાણવા મળ્યું છે કે, ક્ષત્રિય આંદોલન ભડકાવવા માટે ભાજપના જ નેતાઓ આર્થિક મદદ પણ કરી રહ્યાં છે. આ આંદોલન વધુ ઉગ્ર બને તે માટે એક ટીમ બની છે. જેમાં પાંચ-છ યુવા, મહિલા નેતાઓ, એક ઉચ્ચ પોલીસ અધિકારીની સંડોવણી હોવાનો આઈબી દ્વારા રિપોર્ટ આપ્યો છે. જને કારણે ભાજપની ચિંતા વધી છે. 

આગામી બે દિવસમાં 16 એપ્રિલના રોજ પરસોત્તમ રૂપાલા રાજકોટ માટે ઉમેદવારી પત્ર ભરવા જવાના છે. તે પહેલા આજે રાજકોટમાં રાજપૂતોનુ શક્તિ પ્રદર્શન જોવા મળશે. આ માટે સરકારે આઈબીની ટીમને કામ લગાડી હતી. જેમા આઈબીએ ચોંકાવનારો રિપોર્ટ આપ્યો છે. ભાજપના જ નેતાઓએ જે રૂપાલાથી નારાજ છે, તેઓ આખો ચક્રવ્યૂહ રચી રહ્યાં છે. IB એ આપેલા એક રિપોર્ટથી ભાજપ મોવડી મંડળની ચિંતા વધી છે. જેમાં કહેવાયુ છે કે, ભાજપના જ અસંતુષ્ટો જ આંદોલનની આગ પેટવી રહ્યાં છે અને તેમાં પેટ્રોલ છાંટી રહ્યાં છે. જેથી વધુ ભડકા થાય. ગુપ્તચર રિપોર્ટના અહેવાલ અનુસાર, આંદોલનને ઉગ્ર બનાવાવ મટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. રૂપાલાથી નારાજ નેતાઓએ આખો ચક્રવ્યૂહ રચ્યો છે. 

કોની કોની સંડોવાણી
રિપોર્ટ અનુસાર, સમગ્ર વિવાદમાં પાંચ-છ યુવા, મહિલા નેતાઓ, એક ઉચ્ચ પોલીસ અધિકારીની સંડોવણી હોવાનું ખૂલ્યું છે. એવી વિગતો સામે આવી છે કે, રૂપાલાથી નારાજ ભાજપના નેતાઓ જ પદડા પાછળના ખેલાડીઓ છે. રૂપાલાના રાજકીય કદને વેતરવા માટે એક અદ્રષ્ય ગ્રૂપ દ્વારા દોરીસંચાર થઈ રહ્યો છે. 

ક્ષત્રિય આંદોલન વેગ પકડી રહ્યુ છે તેનુ કારણ આ ગ્રૂપ છે. જેઓએ આંદોલન માટે ફાઈનાન્સ કર્યું છે. હાલ ભાજપના અસંતુષ્ટો સામે ભાજપ મોટી અવઢવમાં છે. ચૂંટણીનો સમય નજીક આવ્યો છે, ત્યારે શું એક્શન લેવુ તે હજી નક્કી કરાયુ નથી. અસંતુષ્ટો સામે પગલા લેવા કે પછી આંદોલનને ટાઢુ પાડવુ એ મુદ્દે ભાજપ હાઈ કમાન્ડ પણ અવઢવમાં છે. 

અંદરના જ ભાજપની આગ ભડકાવી રહ્યાં છે 
લાખ પ્રયાસો છતા પણ ક્ષત્રિયો માનતા નથી. રૂપાલાએ બે વાર તો માફી માંગી, પણ હવે ત્રીજીવાર માફી મંગાવવાનો મૂડમાં ક્ષત્રિયો આવી ગયા છે. આખરે આ શુ થઈ રહ્યુ છે તે કોઈને સમજાતુ નથી. ત્યારે ચર્ચા છે કે, ક્ષત્રિય આંદોલનને વેગ આપવામાં ભાજપના જ મોટાગજાના નેતાઓનો હાથ છે. રૂપાલાની ટિપ્પણીને જાણી જોઈને મોટો મુદ્દો બનાવવામાં આવ્યો છે. ભાજપમાં હાંસિયામાં ઘકેલાયેલા અને ટિકિટથી વંચિત રહી ગયેલા ભાજપના નેતાઓએ જ હવે આડકતરી રીતે ભાજપમાં વિરોધની આગ ભડકાવી છે. સાથે જ રૂપાલાના રાજકીય કદને વેતરવા માટે અસંતુષ્ટ નેતાઓએ ક્ષત્રિયોને આગળ ધરીને વિવાદ સળગાવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news