Junagadh Krishi University : જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષે વર્ષા વિજ્ઞાન મંડળની બેઠક મળે છે. જેમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેને લઈને વર્તારો કરવામાં આવતો હોય છે. ત્યારે આ વર્ષે ગુજરાતભરમાંથી આવેલા 60 જેટલા આગાહીકારોએ વર્ષ 2024 ના વરસાદ માટે આગાહી કરી હતી. જેમાં આ વર્ષે 16 આની જેટલો વરસાદ (Rain) થાય તેવો વર્તારો આગાહીકારો દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, ચોમાસું સારું જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષથી વર્ષાવિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિ. દ્વારા આગામી ચોમાસાની લાંબાગાળાની આગાહીઓ એકત્ર કરવા તેમજ વિવિધ સંબંધે અભ્યાસુ આગાહીકારોને એકમંચ પર ભેગા થયાં હતાં. ચોમાસા પૂર્વે કૃષિ યુનિ. કેમ્પસમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં 30મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં યોજાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતભરના 60 આગાહીકારો ઉપસ્થિત રહ્યા હતા. અહી ઉપસ્થિત રહેલા હવામાનશાસ્ત્રીઓ અલગ અલગ પ્રકારે ચોમાસાના પૂર્વાનુમાનની આગાહી કરતા હોય છે. જેમા આગાહીકારોના મતે આગામી ચોમાસું 16 આની રહેશે તેવું જણાવાયું. તેમજ આગાહીકારોના મતે 55 થી 60 ઈંચ વરસાદ રહે તેવું પુર્વાનુમાન કરાયું. એકંદરે આગામી ચોમાસુ સારુ રહેશે. 


જંગલના રાજાની હાલત ગલીના રખડતા કૂતરા જેવી! Video વાયરલ થતા તપાસના આદેશ છૂટ્યા


હીટવેવ વચ્ચે આજના મહત્વના સમાચાર : ટ્યુશન ક્લાસિસ, શૈક્ષણિક સંસ્થાઓ માટે મોટો નિર્ણય


દોઢ મહિનો રાજકારણથી ગાયબ રહેલા ગુજરાત સરકારના મંત્રી અચાનક સામે આવ્યા, આપ્યું કારણ