હીટવેવ વચ્ચે આજના મહત્વના સમાચાર : ટ્યુશન ક્લાસિસ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે મોટો નિર્ણય

Heatwave Alert : ગુજરાતમાં આગામી 5 દિવસ ટ્યુશન ક્લાસિસ બંધ, શૈક્ષણિક સંસ્થામાં બપોરે 12થી 4 બંધ રહેશે શૈક્ષણિક કાર્ય, ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશનનો નિર્ણય, હીટવેવની આગાહીના કારણે ટ્યુશન ક્લાસિસ બંધ રહેશે
 

હીટવેવ વચ્ચે આજના મહત્વના સમાચાર : ટ્યુશન ક્લાસિસ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે મોટો નિર્ણય

Gandhinagar News : ગુજરાતમાં ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, અને હીટવેવથી મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા બપોરના સમયે બહાર ન નીકળવાની સૂચના કરાઈ છે. ત્યારે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત દ્વારા આવનારા પાંચ દિવસો દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે 12 થી 4  શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં નિર્ણય લેવાયો છે. 

ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશનના પ્રમુખ હેમાંગ રાવલે માહિતી આપતા જણાવ્યું કે, સતત વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં આગામી 5 દિવસ ટ્યુશન ક્લાસિસ બંધ રહેશે. શૈક્ષણિક સંસ્થામાં બપોરે 12થી 4 બંધ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 24, 2024

 

હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
ગુજરાતમાં ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છેલ્લા કેટલાક દિવસથી ગરમીએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. આકાશમાંથી આગળની જ્વાળાઓ વરસી રહી છે. ત્યારે અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં ગરમી 45 ડિગ્રીએ પહોંચી ગઈ છે. આગામી પાંચ દિવસો માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. સાથે કામ વગર બહાર ન નીકળવાની સલાહ પણ આવી છે.હવામાન વિભાગ પ્રમાણે આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં ભારે ગરમી પડવાની છે. મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે.

 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને કચ્છ વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત અને વલસાડમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કરવાની સાથે બપોરના સમયે કામવગર ઘરમાંથી બહાર નીકળવાનું ટાળવાનું સૂચન પણ કર્યું છે.

સરકારી કર્મચારીઓને રજાની માંગ 
તો બીજી તરફ, હીટવેવના પગલે સરકારી કચેરીઓમાં જાહેર રજા આપવા ગુજરાત કર્મચારી મહામંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે. આ વિશે મંડળના મહામંત્રી ભરત ચૌધરીએ જણાવ્યું કે, સતત વધતું તાપમાન કર્મચારીઓને નુકસાન કરી શકે છે. તેથી આગામી સપ્તાહમાં જાહેર રજા આપવી જોઈએ. સરકારી કચેરીઓમાં પંખા અને કુલર યોગ્ય ચાલતા નથી, પીવાના પાણીની પણ યોગ્ય વ્યવસ્થા નથી. તેથી આ અંગે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news