Gujarat Weather 2023: ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે, તે પહેલા જ સારા ચોમાસા માટે અત્યારથી વાતો શરૂ થઈ છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાને લઈને એક મોટુ અપડેટ સામે આવ્યું છે. રાજ્યમાં ચોમાસું મોડુ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એ આઘા રહેજો..બસ આવી! ગોંડલમાં ST બસને બસ સ્ટેન્ડમાં જ દુર્ઘટના ટળી! અનેક લોકો બચ્યા


ગુજરાતમાં 19 જૂન સુધીમાં ચોમાસાનો પ્રારંભ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ચોમાસા દરમિયાન ગુજરાતમાં વરસાદ સરેરાશ સામાન્યથી મધ્યમ રહેશે. કેરળમાં 4 જૂનના રોજ ચોમાસાની શરૂઆત થવાની સંભાવના છે. ગુજરાતમાં કેરળમાં વરસાદના 15 દિવસ બાદ ચોમાસાની શરૂઆત થશે. એટલે કે ગુજરાતમાં 19 જૂન સુધીમાં ચોમાસાનો પ્રારંભ થવાની શક્યતા છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સામાન્યથી મધ્યમ રહેવાનું પુરેપુરી સંભાવના છે.


'બાબા પાસે લઈ જવાના બદલે હોસ્પિટલ લઇ ગયા હોત તો' રાજકોટના પરિવારે શું હૈયાવરાળ ઠાલવી


ચોમાસાને લઈને આગાહી
હવામાન વિભાગ ડિરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યું કે, મુખ્ય સચિવની કામગીરી સંદર્ભે બેઠક યોજાઈ હતી. ગ્રામ્યથી જિલ્લા કક્ષા સુધી વરસાદમાં કેવી કામગીરી થશે તેના એક્શન પ્લાનની ચર્ચા કરવામાં આવી હતી. હવામાન વિભાગે જણાવ્યું છે કે, કેરળમાં આ વર્ષે ચોમાસું મોડું શરૂ થશે, 4 જૂનથી વરસાદ આવે તેવી શક્યતા છે. 


'જેમને મળવા ગુજરાતમાં અનેક તલપાપડ છે, 'નીતિન કાકા' એ કહ્યું; મને બાગેશ્વરમાં રસ નથી'


સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 1 જૂનથી કેરળમાં પ્રવેશ કરે છે. તેમાં લગભગ 7 દિવસ જેટલું મોડું અથવા વહેલું થવાની શક્યતા રહેતી હોય છે. ત્યારે આ વર્ષે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂન થોડું મોડું આવી શકે છે. કેરળમાં ચોમાસું 4 જૂનથી શરૂ થઈ શકે છે. 2022માં દક્ષિણી રાજ્યમાં મોનસૂન 29 મેનાં શરૂ થયું હતું જ્યારે 2021માં 3 જૂનનાં રોજ શરૂ થયું હતું.


મધ્યમ વર્ગમાં જન્મેલા બાળકો માટે ખુશખબર, વાલીઓએ હવે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી!


 


નોંધનીય છે કે, ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે અન્ય પ્રકારના ફેરફાર નહીંવત હોવાથી કમોસમી વરસાદની શક્યતા ગાયબ થઈ છે. જોકે, ઉનાળામાં અરબી સમુદ્રથી આવતા ભેજવાળા પવનોએ બફારો વધારી દીધો છે. વાદળછાયું વાતાવરણ અને બફારો છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના લોકોને ભારે ગરમી આપી રહ્યો હોય, તેમ છતાં ઉકળાટ વધવાથી લોકો ત્રસ્ત થયા છે.


ગુજરાતમાં સરકાર બદલાઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છબી ખરડાઈ, જવાબદાર કોણ?


આખરે મામલો શું છે?
હવામાન વિભાગ (IMD)એ આગાહી કરી છે કે આ વખતે ચોમાસું કેરળમાં મોડા દસ્તક આપશે. સામાન્ય રીતે તે કેરળ (કેરળમાં ચોમાસું) 1લી જૂને પહોંચે છે. પરંતુ, આ વખતે તે 3 દિવસના વિલંબ સાથે 4 જૂને પહોંચવાની ધારણા છે. વર્ષ 2022માં 29 મેના રોજ ચોમાસાએ કેરળમાં દસ્તક આપી હતી. અને 2020માં ચોમાસું 1 જૂને જ કેરળ પહોંચ્યું હતું. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે ચોમાસું મોડું થયું હોય. સામાન્ય રીતે પણ ચોમાસાનો વિલંબ અથવા વહેલો પ્રારંભ 7 દિવસનો હોય છે. કેરળનું ચોમાસું ખુદ દેશના અન્ય ભાગોમાં પણ વરસાદ વધારવાનું કામ કરે છે. તે ગરમ અને સૂકા પવનને વરસાદમાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે.


સૌરાષ્ટ્રવાસીઓ ખાસ વાંચે! શું તમને પણ લીલા મરચાં ખાવાની ટેવ છે? રિસર્ચમાં થયો ખુલાસો


ચોમાસાને લઈને શું છે ચિંતા ઉભી કરનારી વાત?
હકીકતમાં મોન્સૂન (Monsoon 2023)ની ચર્ચા એપ્રિલથી શરૂ થઈ જાય છે. કારણ કે હવામાન વિભાગ (indian meteorological department)સક્રિય રીતે મોન્સૂન પર નજર રાખવાનું શરૂ કરી દે છે. પછી આવે છે મે. અહીંથી શરૂ થાય છે હલચલ. કારણ કે મેમાં એકદમ ટાઇમ પૂર્વાનુમાન આવે છે કે ચોમાસુ કેરલમાં ક્યારે પહોંચશે. દેશમાં ચોમાસાની શરૂઆત અહીંથી થાય છે. દક્ષિણ ભારતમાં સૌથી પહેલાં પહોંચતા ચોમાસાને દેશમાં ફેલાયા સમય લાગે છે, પરંતુ આશાના ટીંપા લોકોને પલાળી રાખે છે. પરંતુ આ વખતે મામલો થોડો અલગ છે. સામાન્ય વરસાદથી મતલબ છે કે વરસાદ ક્યારે થશે. કેટલાક વિસ્તારમાં સારો થઈ શકે છે તો કેટલાક વિસ્તારમાં લોકો થોડા વરસાદ માટે પણ તડપે છે. પરંતુ આ વખતે કેરલમાં ચોમાસુ મોડું પહોંચવાનું છે. 


Jugaad Video: જૂની બાઇકને ટ્રેક્ટરમાં ફેરવી નાખી, ખેડૂતે કર્યો જબરો જુગાડ, જોઈ લો


છેલ્લા 5 વર્ષમાં ચોમાસુ?
2022 - 29મી મેના રોજ કેરળ પહોંચ્યું
2021 - 3 જૂને કેરળમાં પહોંચ્યું
2020 - 1લી જૂને કેરળ પહોંચ્યું
2019 - જૂન 8 કેરળ આ સમયે મોડું પહોંચ્યું
2018 - 29મી મેના રોજ કેરળમાં પહોંચ્યું