એ આઘા રહેજો..બસ આવી! ગોંડલમાં ST બસને બસ સ્ટેન્ડમાં જ મોટી દુર્ઘટના ટળી! અનેક લોકો માંડ માંડ બચ્યા

'સલામત સવારી એસટી અમારી' આ સ્લોગન તો તમે ઘણી જગ્યાએ સાંભળ્યું અને વાંચ્યું હશે, પરંતુ આજે આ સ્લોગનથી કંઈક ઊંઘો જ બનાવ ગોંડલ એસટીના બસ સ્ટેન્ડ પર બનવા પામ્યો છે. 

એ આઘા રહેજો..બસ આવી! ગોંડલમાં ST બસને બસ સ્ટેન્ડમાં જ મોટી દુર્ઘટના ટળી! અનેક લોકો માંડ માંડ બચ્યા

ઝી બ્યુરો/ગોંડલ: 'સલામત સવારી એસટી અમારી' આ સ્લોગનથી કંઈક ઉંઘી જ ઘટના ગોંડલ એસટી બસ સ્ટેન્ડમાં બન્યો છે. રાજકોટના ગોંડલમાં ST બસનો બસ સ્ટેન્ડમાં મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનામાં બસની બ્રેક ફેઈલ થઈ જતા બસ પૂછપરછ બારી સુધી પહોંચી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. પ્લેટફોર્મ નંબર 8 પર બસ ઊભી રાખવાની હતી, પરંતુ બ્રેક ફેઈલ થઈ જતા પૂછપરછની બારી પાસે બસ અથડાઈ હતી. બનાવની જાણ થતાં બાદ એસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજકોટ રૂટની બસ ગોંડલ બસ સ્ટેશન પર આવી હતી અને પ્લેટફોર્મ નંબર 8 પર ઉભી રાખવાની હતી. પરંતુ બસ ચાલક બસને પ્લેટફોર્મ નંબર 8 પર લઇને આવે છે, પરંતુ ત્યાં બ્રેક લાગી ન હતી. જેના કારણે બસ સીધી પૂછપરછ બારી સુધી પહોંચી ગઇ હતી. અચાનક બસ અંદર સુધી આવી જતાં ત્યાં ઉભેલા મુસાફરોમાં અફરા-તફરીનો માહોલ ઉભો થયો હતો. 

આ ઘટનામાં એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. જેમાં જોઇ શકાય છે કે, બસ સ્ટેશનમાં પ્રવેશ્યા બાદ બસ પ્લેટફોર્મ પર ઉભી રહેવાના બદલે પૂછપરછ બારી સુધી પહોંચી જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news