સૌરાષ્ટ્રવાસીઓ ખાસ વાંચે! શું તમને પણ લીલા મરચાં ખાવાની ટેવ છે? રિસર્ચમાં થયો ખુલાસો

Green Chilies: લીલા મરચાનો ઉપયોગ તો બધા લોકો કરે છે અને તે ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે તેને સ્વાસ્થ્ય માટે સારા ગણવામાં આવે છે. શાક-દાળની સાથે-સાથે સલાડમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભોજનની સાથે ઘણા લોકો બે-ત્રણ લીલા મરચા પણ ખાય છે. શું તે યોગ્ય છે?

સૌરાષ્ટ્રવાસીઓ ખાસ વાંચે! શું તમને પણ લીલા મરચાં ખાવાની ટેવ છે? રિસર્ચમાં થયો ખુલાસો

Green Chili: લીલા મરચા એક એવો ખાદ્ય પદાર્થ છે જેના વગર ભોજન અધુરૂ લાગે છે અને ભારતીય ભોજનની વાત કરીએ તો મરચાને નજર અંદાજ કરી શકાય નહીં. લીલા મરચાનો ઉપયોગ તો બધા લોકો કરે છે અને તે ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે તેને સ્વાસ્થ્ય માટે સારા ગણવામાં આવે છે. શાક-દાળની સાથે-સાથે સલાડમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભોજનની સાથે ઘણા લોકો બે-ત્રણ લીલા મરચા પણ ખાય છે. શું તે યોગ્ય છે?

મરચા ભોજનના સ્વાદને વધારવાનું કામ કરે છે, લીલા મરચામાં ઘણા પ્રકારના પોષક તત્વો જેમ કે- વિટામિન એ, બી6, સી, આયરન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેડથી ભરપૂર હોય છે. એટલું જ નહીં તેમાં બીટા કેરોટીન, ક્રીપ્ટોક્સાન્થિન, લુટેન, જેક્સન્થિન વગેરે જેવી સ્વાસ્થ્યવર્ધક વસ્તુ પણ હોય છે. તેવામાં તેને ખાવાથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી વસ્તુ પર અસર પડે છે, આવો જાણીએ તેના ફાયદા.

મરચું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક 

1. વજન ઓછુ કરવામાં ફાયદાકારક
મોટાપાને કારણે સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. લીલા મરચાનો ઉપયોગ મોટાપાની સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદરૂપ થઈ શકે છે. 

2. આંખો માટે ફાયદાકારક
આંખોને સ્વસ્થ રાખવા માટે લીલા મરચા ફાયદાકારક સાબિત થઈ શકે છે. મરચામાં બીટા કેરોટીન હોય છે, જે આંખોને સ્વસ્થ રાખવાની સાથે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. રિસર્ચમાં સામે આવ્યું કે લીલા મરચામાં લ્યૂટિન અને જેક્સેન્થિન જેવા પોષક તત્વોની સાથે-સાથે એન્ટીઓક્ટીડેન્ટ ગુણ પણ હોય છે. લીલા રચામાં મળતા આ ગુણ આંખો માટે ફાયદાકારક સાબિત થાય છે. 

3. કેન્સર માટે ઉપયોગી
લીલા મરચાથી તમે કેન્સરને દૂર રાખી શકો છો. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ્સ હોય છે જે તમારા શરીરની આંતરિક સફાઈની સાથે ફ્રી રેડિકલથી બચાવી કેન્સરના ખતરાને ઓછો કરે છે. પરંતુ કેન્સર એક એવી બીમારી છે જેને દૂર રાખવા આપણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. 

4. હ્રદયના સ્વાસ્થ્ય માટે લીલા મરચાના ફાયદા
હ્રદયને સ્વસ્થ રાખવા માટે લીલા મરચાનો ઉપયોગ કરી શકાય છે. તેમાં કેપ્સાઇસિન નામનું કમ્પાઉન્ડ હોય છે, જે મર્ચાને તીખા અને સ્વાસ્થ્યવર્ધક બનાવે છે. આ કમ્પાઉન્ડ હ્રદય રોગોની સમસ્યાને દૂર કરવા અને હ્રદયને સુરક્ષા પ્રદાન કરવામાં ફાયદાકારક સાબિત થાય છે. 

5. સ્કિન માટે ફાયદાકારક
વિટામિન-ઈથી ભરપૂર લીલા મરચા તમારી ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે. તે સિવાય સ્કિનને હંમેશા સુંદર અને મજબૂત રાખે છે. 

6. પાચનમાં મદદરૂપ
પાચન ક્રિયાને યોગ્ય રીતે ચલાવવામાં પણ લીલા મરચાની મહત્વની ભૂમિકા હોય છે. રિસર્ચ અનુસાર લીલા મરચા ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ વિકાર પર સકારાત્મક પ્રભાવ પાડી શકે છે. હકીકતમાં ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ વિકારોમાં અપચાના લક્ષણ, કબજીયાત જેવી સમસ્યા સામેલ છે, જે ખરાબ પાચન તંત્રના પરિણામે હોય છે. 

7. તાવ-શરદીમાં ઉપયોગી
મરચામાં રહેલ capsaicin આપણા નાકમાં રહેલ mucus membranes ને ઉત્તેજિત કરે છે, જે આપણી બંધ શ્વાસ સિસ્ટમને ખો લી દે છે અને શરદીમાં તત્કાલ રાહત આપે છે. 

લીલા મરચાના ફાયદાની સાથે નુકસાન પણ છે, તે પણ જાણો
- ચીનના Nutrients જર્નલમાં પબ્લિશ થયેલી એક સ્ટડી જણાવે છે કે લીલા મર્ચાના ઘણા નુકસાન થઈ શકે છે જે વધુ ખતરનાક છે. 

- રિસર્ચ તે કહે છે કે દરરોજ 50 ગ્રામથી વધુ લીલા મરચાનું સેવન કરવાથી Dementia જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. 

- ખુબ વધુ માત્રામાં લીલુ મરચું ખાવાથી શરીરમાં toxins પણ વધી જાય છે. 

- વધુ લીલા મરચા ખાવાથી પેટમાં જે રીતે કેમિકલ રિએક્શન હોય છે જેમ પેટમાં બળતરા, સોજો વગેરે. 

- એસિડિટીનું કારણ પણ લીલું મરચું બની શકે છે. 

(નોંધ- લીલું મરચું ફાયદાકારક છે, પરંતુ તે ઘણી હદ સુધી નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. એટલા માટે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે તેને કેવી રીતે ખાવું છે. જો તમને મરચું ખાવામાં સમસ્યા થઈ રહી છે, તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જ જોઈએ.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news