મોરબી: મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા આજે મોરબીમાં ખેડૂત અને માલધારી સમાજની મહારેલી આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે મોરબી જીલ્લામાં વરસાદ ઓછો થયો હોવાથી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો અને માલધારી સમાજના હિતમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના નવા બસ સ્ટેન્ડ પાસેથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રેલીમાં જીલ્લાના કોંગી ધારાસભ્યો તથા આસપાસના ગામોમાંથી ખેડૂતો ઉમટી પડ્યા હતા. મોરબીના રાજમાર્ગો પર 'જય જવાન જય કિશાનના નારા'થી ગૂંજી ઉઠ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે ઓછો વરસાદ થયો છે તેમ છતાં સરકાર દ્વારા આ જિલ્લાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો નથી જેથી મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જીલ્લાના ખેડૂતો અને માલધારીઓના પાક વીમો, સિંચાઈ તેમજ દેવું માફ, ઘાસચારો જેવા પ્રશોન અને જિલ્લાએ અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.


અત્રે ઉલેખનીય છે કે, પીવા અને સિંચાઈના પાણીને લઈને અત્યારથી જ આસપાસના ગામડાઓમાં બૂમરાડ શરૂ થઇ ગઇ છે. તો પણ મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં ન આવતા કોંગ્રેસ દ્વારા આજે ખેડૂત અને માલધારી સમાજના લોકોને સાથે રાખીને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.