હિમાંશુ ભટ્ટ/મોરબી: શહેર નજીક પીપળી ગામ પાસેથી બાઇક લઇને જઇ રહેલ યુવાનને આંતરી આંખમાં મરચાની ભૂકી છાંટીને ૭.૬૧ લાખથી વધુની રોકડની લૂંટ કરવામાં આવી હતી આ ગુનાનો મોરબી તાલુકા પોલીસની ટીમે ભેદ ઉકેલી નાખેલ છે અને ફરિયાદીના સગા ભાઈ સહિત બે આરોપીની લૂંટમાં ગયેલા રૂપિયા સાથે ધરપકડ કરેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ahmedabad: પરિવારને સગવડ બદલ જેલ કર્મીએ માંગી લાંચ, હવે પોતે જ જેલમાં પહોંચી ગયો


મોરબીના પીપળી પાસેથી શુક્રવારે બપોરના સમયે યુવાન પોતાનું બાઇક લઇને જતો હતો ત્યારે બાઇક ઉપર આવેલ શખ્સો દ્વારા આંતરવામાં આવ્યો હતો અને તેની આંખમાં મરચાની ભૂકી છાંટીને ૭.૬૧ લાખથી વધુની રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવવામાં આવી હતી આ બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૂળ કચ્છના રાપર તાલુકાનાં બેલા ગામના અને છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના પીપળી ગામે આવેલ ગજાનંદ સોસાયટીમાં રહેતા આશિષસિંહ મહેન્દ્ર્સિંહ વાઘેલા (૧૯) નામ યુવાને ઉપરોકત લૂંટની ફરિયાદ નોંધવી હતી. આ ગુનામાં ફરિયાદીના સગા ભાઈ મહાવિરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા (ઉમર ૨૧) હાલ રહે.પીપળી તાલુકો મોરબી તેમજ આરોપી મહાવિરસિંહના મિત્ર સહેદેવસિંહ વાઘુભા વાઘેલા (ઉમર ૨૩) હાલ રહે. જુના ઘુંટુ રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે.


BHAVNAGAR માં પ્રવેશ માટે ફરજીયાત કરાવવો પડશે કોરોના ટેસ્ટ, તમામ બાગ બગીચા બંધ


જે યુવાન પાસેથી રોકડા રૂપિયા ભરેલા થેલાની લૂંટ કરવામાં આવી હતી તેને પોલીસને જણાવ્યુ હતી કે, ગઇકાલે પોતે ઓફિસના મનીટ્રાન્સફરના પૈસા જુદીજુદી દુકાનોએથી લઈને એફિલ સિરામિકવાળા રસ્તે થઈ પીપળી તરફ જવાના કાચા રસ્તેથી જતો હતો. ત્યારે તેના બાઇકને બાઇક ઉપર આવેલા બે શખ્સોએ આંતરીને તેની આંખમાં મરચાંની ભૂકી છાંટી હતી. બાદ તેની પાસેથી ૭,૬૧,૮૫૦ ની રોકડ ભરેલો થેલો હતો તે લૂંટી લીધો હતો અને લૂંટારૂ નાશી છુટયા હતા. જેની આશિષસિંહ વાઘેલા કે જે રાપી-પે નામની પેઢીમાં મનીટ્રાન્સફરના કલેક્શનની કામગીરી કરે છે તેની ફરિયાદ લઈને પોલીસે જુદીજુદી ટીમોને કામે લગાડી હતી અને હાલમાં આરોપી મુદામાલ સાથે ઝડપાઇ ગયા છે.


ઠગોએ આ પવિત્ર ફિલ્ડને પણ ન છોડ્યું, નકલી આર્મી મેન બની કરતો લોકોની ઠગાઇ અને છેડતી


ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ દુકાનોએથી મનીટ્રાન્સફર કરવામાં આવી છે, આટલું જ નહીં લખો કરોડો રૂપિયાની મોરબીના જુદાજુદા વિસ્તારમાં હેરફેરી રોજે કરવામાં આવતી હોય છે. બીજા જિલ્લા કે બીજા રાજયમાથી રોજગારી માટે આવતા લોકો ઉપર કેટલો વિશ્વાસ મૂકવો તે  લોકોએ સમજવાની જરૂર છે. કેમ કે, છેલ્લા વર્ષોમાં મોરબી જીલ્લામાં લૂંટ કે ચોરીને જે બનાવો બનેલા છે, તેમાં મોટાભાગે બહારથી રોઝગરી માટે આવેલા શખ્સો જ આરોપી તરીકે પકડાયા હોય તેવું જોવા મ્લાએલ છે હાલમાં આ લૂંટના બનાવમાં પણ મૂળ કચ્છ જિલ્લાના રાપર તાલુકાનાં બેલા ગામેથી મોરબી પંથકમાં રોજગારી માટે આવેલા બે શખ્સો આરોપી તરીકે પડકાયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube