હિમાશું ભટ્ટ, મોરબી: મોરબી (Morbi) તાલુકાનાં રફાળેશ્વર (Rafaleshwar) પાસે આવેલા કારખાનામાં માટી ભરેલ ડમ્પર (Dumper) રિવર્સમાં લેતા હતા ત્યારે તે ડમ્પર (Dumper) લેબર ક્વાર્ટરની દિવાલ સાથે અથડાયું હતું. જેથી રાત્રે કવાર્ટરની દીવાલ તૂટી પડી હતી જેથી કરીને ક્વાર્ટરમાં રહેલા દંપતી અને તેના બે બાળકો ઉપર દિવાલનો કાટમાળ તૂટીને પડ્યો હતો. આ દુર્ઘટનામાં માતા પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે, પિતા-પુત્રને ઇજાઓ થઇ હોવાથી મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલી ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Rainfall: લોધિકામાં રાજ્યનો સૌથી વધુ 8 ઈંચ વરસાદ, છોટાઉદેપુર, કવાંટ, બેચરાજીમાં 6 ઈંચથી વધુ વરસાદ


બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર (Rafaleshwar) ગામ પાસે ફાટકની બાજુમાં આવેલા જીઓટેક કારખાનાના ભાગીદાર ગણેશભાઈ ચતુરભાઈ બરાસરએ તાલુકા પોલીસને જણાવ્યુ હતું કે, રાતના બે વાગ્યાના અરસામાં તેમના કારખાનામાં માટી ભરેલું ડમ્પર જીજે ૩ એએક્સ ૭૪૦૧ રિવર્સમાં લેતા હતા ત્યારે તે ડમ્પર બાજુમાં આવેલી લેબર કવાર્ટરની દીવાલ સાથે અથડાયું હતું. 


જેથી કરીને આ કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતાં રામજીભાઈ રામશંકરભાઈ મહંતો અને તેઓના પત્ની ફુલકેસરીદેવી રામજીકુમાર મહંતો તેમના બે બાળકો સોનું અને પવનની સાથે કવાર્ટરની અંદર હતા. ત્યારે કવાર્ટરની દીવાલ તેઓની ઉપર તૂટી પડી હતી અને આ દીવાલનો કાટમાળ દંપતી અને તેના બે બાળકો ઉપર તૂટી પડ્યો હતો જેથી કરીને ચારેય વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી.

Corona ની ગાઇડલાઇનના પાલન સાથે આજથી ધોરણ 9 થી 11 ના ઓફલાઇન વર્ગો શરૂ


આ ઘટનામાં વધુ ઇજા થવાના લીધે કેસરીદેવી રામજીભાઈ મહંતો (ઉંમર ૩૮) અને તેના દીકરા પવન રામજીકુમાર મહંતો (ઉમર ૧૩)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જોકે આ અકસ્માત (Accident) ના બનાવની અંદર રામજીભાઈ રામશંકરભાઇ મહંતો (ઉમર ૪૨) અને તેના દીકરા સોનુ મહંતો (ઉંમર ૧૦) ને ઇજાઓ થઇ હોવાથી તેઓને સારવાર માટે મોરબી (Morbi) ના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 


આ અકસ્માત (Accident) ના બનાવની જાણ થતાની સાથે તાત્કાલિક મોરબી (Morbi) ૧૦૮ની ટીમના પાયલોટ નિલેશભાઈ આહીર અને ઇએનટી અજયભાઈ બારિયા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ બનાવમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા (Death) હોવાના કારણે મોરબી (Morbi) તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube