રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છના સરહદી વિસ્તારમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. કચ્છ પશ્ચિમ પોલીસેને મોટી સફળતા મળી છે. પશ્ચિમ કચ્છ પોલીસે 85 થી વધુ પેકેટ ચરસ ઝડપી પાડ્યા છે. પશ્ચિમ કચ્છ મરીન પોલીસે અબડાસાના દરિયાઈ વિસ્તારમાંથી 85 થી વધુ ચરસના પેકેટ ઝડપી પાડ્યા છે. દરિયાઈ વિસ્તારમાં હજુ પણ પોલીસ દ્વારા સતત સર્ચ ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કચ્છના દરિયાઈ કાંઠે 200 જેટલા ચરસના પેકેટ જુદી જુદી સુરક્ષા એજન્સીએ બિનવારસુ હાલતમાં કબજે કર્યા છે.


ગુજરાતમાં યોગા દિવસ : CM રૂપાણીએ યોગાથી દિવસની શરૂઆત કરી, કીર્તિદાન ગઢવીએ પરિવાર સાથે યોગા કર્યાં


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છના અબડાસા સિંધોડીના દરિયા કિનારે પણ 30 પેકેટ ચરસના મળી આવ્યા છે. બિનવારસુ ચરસના પેકેટ મરિન ટાસ્ક ફોર્સે ઝડપીને પોલીસને સોંપ્યા છ. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. 


ઉલ્લેખનીય છે કે, સરહદી વિસ્તાર હોવાથી કચ્છમાં અનેક પ્રકારની હેરાફેરી કરવામાં આવે છે. કચ્છનો સરહદી વિસ્તાર ચરસના સ્મલિંગ માટે પંકાયેલ છે. અહીં અવારનવાર ચરસના પેકેટ મળી આવે છે. જેથી મરીન પોલીસ પણ હંમેશા સતર્ક રહે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર