ખુશખબર! ગુજરાતમાં 25 હજારથી વધુ નોકરીઓના દ્વાર ખૂલશે, આ ક્ષેત્રમાં થશે રોજગારીની તકોનું સર્જન
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો માટેના MoUની શ્રેણીની છઠ્ઠી કડીમાં વધુ સાત MoU થયાં. અત્યાર સુધીમાંરૂ. ૮,૩૭૩ કરોડના ૧૯ MoU સંપન્ન...
ઝી બ્યુરો/ગાંધીનગર: પીએમ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ - 2024ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો માટે ગાંધીનગર ખાતે વધુ સાત MoU થયા હતા. ટેક્ષટાઈલ સેક્ટર, કેમિકલ્સ સેક્ટર અને ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માટેના આ MoU થકી રાજ્યમાં રૂપિયા 4,067 કરોડનું સંભવિત રોકાણ અને 25 હજારથી વધુ રોજગારીની તકોનું સર્જન થશે.
શાબાશ સરકાર! ગુજરાતમાં પ્રથમવાર એક શહિદના પરિવારને એક કરોડ અપાયા, CM ખુદ પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જાન્યુઆરી 2024માં દસ શ્રેણીમાં યોજાનાર છે, ત્યારે અત્યાર સુધીમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ - 2024 અંતર્ગત MoUની પાંચ કડીમાં રૂપિયા 8,373 કરોડના 19 MoU સંપન્ન થયા છે, જેનાથી 25 હજારથી વધુ રોજગારીની તકોનું સર્જન થશે.
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે છોટા ઉદેપુરમાં પક્કડ બનાવી,આ નેતાઓ કોંગ્રેસમા જોડાયા
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વાયબ્રન્ટ સમિટ-૨૦૨૪નાં પૂર્વાર્ધરૂપે પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા MoU સાઈનીંગ ઉપક્રમની પાંચ કડીમાં રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂ. ૮,૩૭૩ કરોડના રોકાણોના ૧૯ MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ ૨૪,૩૦૦થી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.
તમે ગમે તેટલુ કરો..પણ મોંઘવારી નહીં ઘટે! ફરી સિંગતેલના ભાવમા તોતિંગ વધારો, ગૃહિણી..