ચેતન પટેલ/સુરત :આજે રાજ્યભરમાં એસટી બસો દોડાવવામાં આવી છે. બસની કુલ કેપિસિટીનાં 60 ટકા લોકોને જ બેસવા દેવામાં આવશે. દરેક બસ ટ્રીપ પુર્ણ કર્યા બાદ સેનિટાઇઝ થવા માટે જશે અને સેનિટાઇઝ થયા બાદ ફરી ઉપયોગમાં આવશે. ડેપો અથવા બસમાં બેસવા માટે માસ્ક ફરજીયાત હશે. બસ સ્ટેન્ડમાં પ્રવેશતા સમયે ટેમ્પરેચર ચેક કરવામાં આવશે. બસની અંદર પ્રવેશતા સમયે પણ મુસાફરોને સેનિટાઇઝરથી હાથ સ્વચ્છ કરાવવામાં આવશે. બસમાં બેસતા અને ઉતરતા સમયે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે ખુબ જ જરૂરી છે. ત્યારે સુરતમાં આજથી શહેરમાં દોડેલી બસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"ટ્રેન મેં બૈઠ ગયા હું..." વતન જઇ રહેલા શેખર સિંગે ટ્રેનમાં બેસી માતાના વીડિયો કોલથી આર્શીવાદ લીધા  


સુરતમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા 
સુરતમાં આજે બસ સુવિધા શરૂ થઈ. સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડેલા જોવા મળ્યા. મનપા દ્વારા મૂકાયેલી બસમાં ઘેટાં બકરાની જેમ શ્રમિકો લઈ જવામાં આવ્યા. એક બસમાં 30 જેટલા મુસાફરોની પરવાનગી છે. છતાં અહીં 60 થી વધુ લોકોને બસમાં બેસાડવામાં આવ્યા. કોરોના વાયરસ ફેલાવવાનો સૌથી મોટો ભય અહીં જોવા મળ્યો. 


અમદાવાદ : શાહપુર પથ્થરમારામાં RSS-ભાજપના નામે ખોટો મેસેજ ફેલાવનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ  


સુરત એસટી ડેપો પરથી આજે 7 રૂટની સેવા શરૂ કરાઈ છે. જેમાં બારડોલી, વાપી, નવસારી સહિતના જિલ્લાઓમાં બસ સેવા શરૂ કરાઈ છે. એક બસમાં 30 મુસાફરો બેસાડી શકાશે તેનો નિયમ અહી પાળવામાં આવ્યો હતો. તો સાથે જ બસ ડેપોમાં પ્રવેશતા પહેલા મુસાફરોનું સ્ક્રીનિગ કરવામાં આવી રહ્યું છે. તમામ કાળજી રાખીને મુસાફરોને બસમાં બેસવા દેવામાં આવી રહ્યાં છે. 


આજથી ગુજરાતમાં ST બસો દોડી, વડોદરામાં મુસાફર-ડ્રાઈવર-કંડક્ટરનું થર્મલ ગનથી સ્ક્રીનીંગ કરાયું


ઉલ્લેખનીય છે કે, સુરતમાં આવતીકાલથી ડાયમંડ કંપનીઓ ખૂલી જશે. જેના બાદ એસટી બસોમાં લોકોની અવરજવર વધી જશે. ડાયમંડ કંપનીઓ દ્વારા કર્મચારીઓ માટે એક્શન પ્લાન બનાવાયો છે. એક સમયે કર્મચારીઓ ભેગા નહિ થઈ જાય તેનું ધ્યાન રખાશે. સાથે જ કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી આવતા કર્મચારીને કંપનીમાં પ્રવેશ આપવામાં નહિ આવે. સુરતમાં આજે વધુ 8 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં લિબાયત અને નોર્થ ઝોનના દર્દીઓ સૌથી વધુ છે. આ તમામ દર્દીઓને આઇસોલેશન કરાયા  છે. દર્દીના પરિવારો પણ ક્વોરેન્ટાઈન કરાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર