રક્ષિત પંડ્યા/રાજકોટઃ રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ કોરોનાથી વધી રહેલા મૃત્યુઆંકે લોકોની તથા તંત્રની ચિંતા વધારી દીધી છે. રાજકોટ જિલ્લામાં કોરોનાને લીધે વધુ 9 લોકોના મૃત્યુ થયા છે. જેમાં રાજકોટ શહેરમાં પાંચ અને ગ્રામ્યમાં ચાર દર્દીનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 99 કેસ સામે આવ્યા હતા. જિલ્લામાં કોરોના મહામારીને કારણે અત્યાર સુધી કુલ 65 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ જિલ્લામાં કોરોનાની સ્થિતિ
રાજકોટ જિલ્લામાં કોરોના કેસની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 3 હજાર 272 કેસ સામે આવ્યા છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી 65 લોકોના મૃત્યુ થયા છે. રાજકોટ જિલ્લાના જેતપુર, ગોંડલ, ધોરાજી પંથકમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં પ્રસરી રહેલા વાયરસને કારણે લોકોની ચિંતામાં પણ વધારો થયો છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી 1744 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. 


નડિયાદઃ નેશનલ હાઇવે-8 પર અકસ્માત, એક પરિવારના પાંચ સભ્યોના મોત  


શું છે રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 78 હજાર 783 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાને લીધે કુલ 2787 લોકોના મૃત્યુ પણ થયા છે. તો સારવાર બાદ 61 હજાર 596 દર્દીઓ રિકવર થઈ ચુક્યા છે. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અહીં 29 હજાર 4 કેસ સામે આવ્યા છે. આ સિવાય સુરત જિલ્લામાં 16914, વડોદરામાં 6382 અને ભાવનગરમાં 2093 કેસ સામે આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર