નડિયાદઃ નેશનલ હાઇવે-8 પર અકસ્માત, એક પરિવારના પાંચ સભ્યોના મોત
ખેડાના નડિયાદ પાસે નેશનલ હાઇવે પર મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા છે.
Trending Photos
યોગીન દરજી/ખેડાઃ ખેડાના નડિયાદ પાસે નેશનલ હાઇવે નંબર 8 પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદનો ચણાવાળા પરિવાર આણંદથી પરત અમદાવાદ તરફ આવી રહ્યો હતો ત્યારે પીજ ચોકડી પાસે આવેલ બ્રિજ પર તેમની કારને અકસ્માત નડ્યો હતો. ઘટનામાં અમદાવાદ તરફ જઇ રહેલ સ્વીફ્ટ કારમાં બેઠેલા ચણાવાળા પરિવારના પાંચ લોકોના ઘટના સ્થળ પર મૃત્યુ થયા છે. જેમાં બે નાના બાળકો હતા. જ્યારે એસયુવી કારમાં સવાર વ્યક્તિ સહિત 3 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
સ્વીફ્ટ કારમાં પણ બે વ્યક્તિ ઘાયલ થયા હતા. જેઓને સારવાર માટે અમદાવાદ રીફર કરાયા છે. આમ કુલ ત્રણ વ્યક્તિઓ આ ઘટનામાં ઘાયલ થયા છે. સમગ્ર ઘટના બાદ વસો પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે અમદાવાદથી મૃતક પરિવારજનોના સગા સંબંધીઓ પણ રાત્રે નડિયાદ ખાતે દોડી આવ્યા હતા, જેમના રુદનથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો.
વડોદરા પુરની ઘાત ટળી, વિશ્વામિત્રીની સપાટી 21 ફુટે પહોંચી, આજવાની સપાટી 212 સ્થિર
આ ઘટના અંગે વાત કરતા સ્થાનીક પોલીસે કહ્યું કે, અમારી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માહિતી મળી કે, અહીં અકસ્માત થયો છે. ત્યારબાદ 108ની ટીમને બોલાવવામાં આવી હતી. પોલીસકર્મીએ કહ્યું કે, અકસ્માત એટલો ગંભીર હતો કે સ્થળ પર પાંચ લોકોના મૃત્યુ થયા હતા. અન્ય ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે