પાટણ : જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં પુત્રના લગ્નની ધામધૂમપૂર્વક તૈયારી કરી રહેલી માતાનું વીજશોકના કારણે મોત નિપજ્યું હતું. જેના પગલે સમગ્ર પરિવારનો ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો. વરરાજાની માતાનું વિજશોક લાગવાના કારણે મોત નિપજ્યું હતું. પુત્રની જાન નિકળવાની તૈયારી હતી ત્યારે જ વરરાજાની માતા જરૂરી તૈયારીઓ કરવા માટે તેઓ ઘરમાં ગયા હતા. જ્યાં ડેકોરેશનનાં મુકેલા પંખાનો શોક લાગવાને કારણે તેનું મોત નિપજ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સોડા માટે હોમગાર્ડ તથા તેના ભાઇઓ અને મિત્રોએ દુકાનદારને ઢોરમાર માર્યો


રાધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં રહેતા ભાનુભાઇ પરમાર પુત્ર અજય પરમારના લગ્ન થયા હતા. આજે અજયની જાન પરણવા માટે જવાની હતી. જેથી વહેલી સવારથી જ વરમાં દોડા દોડીમાં હતા. અલગ અલગ તૈયારીઓ કરી રહ્યા હતા. દરમિયાન ઘનીબેનને લગ્નના મંડપમાં રાખેલા પંખો અડી જતા તેમને વિજશોક લાગ્યો હતો. જેથી તેઓ પડી ગયા હતા. જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જો કે લગ્ન લગાઇ ગયા બાદ કોઇ પણ સ્થિતિમાં રદ્દ ન રહી શકે તેવું હિન્દુ ધર્મમાં વિધાન છે. તેથી યુવાનને જાણ કર્યા વગર જ લગ્નની વિધિ પતાવવામાં આવી હતી. 


મિનિટોમાં ડબલ મર્ડર: સસરાએ જમાઇની હત્યા કરી નાખી તો જમાઇના પરિવારે યુવકની સાસુની હત્યા કરી નાખી


પુત્રને ધની બહેનની સારવાર ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. પરિવારનાં કેટલાક સભ્યોની હાજરીમાં આ વિધિ સાદાઇ પુર્વક પુર્ણ કરવામાં આવી હતી. અજયના સાદગીપુર્ણ લગ્ન થયા બાદ જ્યારે તેઓ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે તેને માતાના મોતની જાણ કરવામાં આવી હતી. જેના પગલે યુવક પણ થોડા સમય માટે ભાંગી પડ્યો હતો. લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ ગઇ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube