એક સોડા માટે હોમગાર્ડ તથા તેના ભાઇઓ અને મિત્રોએ દુકાનદારને ઢોરમાર માર્યો

શહેરમાં ગુંડાઓને પોલીસનો ખોફ ન હોય તેમ ખુલ્લેઆમ દુકાનદાર સાથે મારામારી કરી દુકાનમાં તોડફોડ કરી ઉત્પાત મચાવ્યો હતો. દુકાનમાં ઠંડાપીણા પીવા આવેલા શખ્સોએ નાણાં બાબતે દુકાનદાર સાથે તકરાર કરી તોડફોડ કરતાં દુકાનદારોમાં ભય ઊભો થયો છે. વડોદરાના વાઘોડિયા રિંગ રોડ પર હોલીડે આઈસ્ક્રીમ પાર્લરમાં 13 મેના રોજ રાત્રીના સમયે અમુક શખ્સો કોલ્ડ્રિંગસ લેવા આવ્યા હતા. જેમાં દુકાનદારે કોલ્ડ્રિંગસના બજાર કિંમત મુજબ 40 રૂપિયા માંગ્યા, તો શખ્સોએ દુકાન માલિકને અપશબ્દો બોલવાના શરૂ કર્યા હતા. 

Trending Photos

એક સોડા માટે હોમગાર્ડ તથા તેના ભાઇઓ અને મિત્રોએ દુકાનદારને ઢોરમાર માર્યો

રવિ અગ્રવાલ/વડોદરા : શહેરમાં ગુંડાઓને પોલીસનો ખોફ ન હોય તેમ ખુલ્લેઆમ દુકાનદાર સાથે મારામારી કરી દુકાનમાં તોડફોડ કરી ઉત્પાત મચાવ્યો હતો. દુકાનમાં ઠંડાપીણા પીવા આવેલા શખ્સોએ નાણાં બાબતે દુકાનદાર સાથે તકરાર કરી તોડફોડ કરતાં દુકાનદારોમાં ભય ઊભો થયો છે. વડોદરાના વાઘોડિયા રિંગ રોડ પર હોલીડે આઈસ્ક્રીમ પાર્લરમાં 13 મેના રોજ રાત્રીના સમયે અમુક શખ્સો કોલ્ડ્રિંગસ લેવા આવ્યા હતા. જેમાં દુકાનદારે કોલ્ડ્રિંગસના બજાર કિંમત મુજબ 40 રૂપિયા માંગ્યા, તો શખ્સોએ દુકાન માલિકને અપશબ્દો બોલવાના શરૂ કર્યા હતા. 

દુકાનદારે અપશબ્દો ન બોલવાનું કહેતાં અસામાજિક તત્વોએ તેમના અન્ય સાથીઓને બોલાવી દુકાન માલિક આકાશ અને મુકેશ ગોયલને ઢોર માર માર્યો હતો. આ ઉપરાંત સાથે જ દુકાનમાં તોડફોડ કરી હતી. જે સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. દુકાન માલિકે ઘટના બાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં માથાભારે શખ્સો મેહુલ કહાર, નિલેશ કહાર, રોકી પટેલ, ચેતન કહાર સહિત 15 જેટલા શખ્સો સામે ફરિયાદ નોધાવી છે. મહત્વની વાત છે કે દુકાનમાં તોડફોડ કરવામાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો મિતેષ કહાર પણ સામેલ હતો. જેને સૌથી વધારે દાદાગીરી અને લુખ્ખાગીરી કરી હતી. દુકાન માલિકની ફરિયાદ બાદ પણ પાણીગેટ પોલીસે એક પણ આરોપીઓ સામે કોઈ જ કાર્યવાહી નથી કરી જેના પગલે દુકાન માલિક મુકેશ ગોયલે પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે. સાથે જ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી અને બુટલેગર હોવાથી ફરિયાદી જાનથી મારી નાખવાની પણ ધમકી આપવમાં આવી રહી છે તેવું પણ જણાવ્યું હતું. 

પાણીગેટ પોલીસ સ્ટેશનના અધિકારી પર અનેક સવાલો ઉઠતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ એક્શનમાં આવ્યા છે. પોલીસે વિવિધ બે ટીમો બનાવી ઘટના બાદથી ફરાર થયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. મહત્વની વાત છે કે, પોલીસ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. સાથે જ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોમગાર્ડ અને તોડફોડમાં સામેલ મિતેષ કહાર સામે કડક કાર્યવાહી કરવાની તજવીજ પણ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, દુકાનમાં તોડફોડ કરનારા અને દુકાન માલિકને માર મારનાર ગુંડાતત્વો માથાભારે શખ્સો છે. સાથે જ બુટલેગર હોવાથી પોલીસ સાથે સાંઠગાંઠ પણ ધરાવે છે. ત્યારે પોલીસ શું આવા ગુંડાતત્વો સામે કડક કાર્યવાહી કરશે તે સવાલ ઉઠવા પામી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news