મિનિટોમાં ડબલ મર્ડર: સસરાએ જમાઇની હત્યા કરી નાખી તો જમાઇના પરિવારે યુવકની સાસુની હત્યા કરી નાખી

હાપા વિસ્તારમાં દિન દહાડે સામસામે ડબલ મર્ડરની હત્યાના ઘટનાથી સમગ્ર હાલાર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રેમ પ્રકરણમાં જમાઈ અને સાસુની સામસામે હત્યા નીપજાવતા જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આરોપીઓની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મિનિટોમાં ડબલ મર્ડર: સસરાએ જમાઇની હત્યા કરી નાખી તો જમાઇના પરિવારે યુવકની સાસુની હત્યા કરી નાખી

મુસ્તાક દલ/જામનગર : હાપા વિસ્તારમાં દિન દહાડે સામસામે ડબલ મર્ડરની હત્યાના ઘટનાથી સમગ્ર હાલાર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રેમ પ્રકરણમાં જમાઈ અને સાસુની સામસામે હત્યા નીપજાવતા જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આરોપીઓની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

જામનગર શહેરની ભાગોળે આવેલા હાપા યોગેશ્વર ધામ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના ઘટી જવા પામી છે. જામનગરમાં એક વર્ષ પૂર્વે ક્ષત્રિય પરિવારની યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર ચારણ યુવાન સોમરાજનું ક્ષત્રિય પરિવારના સભ્યો દ્વારા ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ મૃતક ચારણ યુવકના પરિવારજનોએ હત્યારાઓના ઘરે પહોંચી મૃતક યુવાનની સાસુનું ઢીમ ઢાળી દીધું હોવાની વિગતો સામે આવી છે.

જામનગરમાં યોગેશ્વરધામ સોસાયટીમાં રહેતા ચારણ પરિવારના સોમરાજ નામના યુવાને તેના વિસ્તારમાં રહેતા એક ક્ષત્રિય પરિવારની યુવતી સાથે એક વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતા, ત્યારથી આ બંને પરિવાર વચ્ચે મનદુઃખ ચાલ્યું આવતું હતું. જે આજે ડબલ મર્ડરના બનાવમાં પરિણમ્યું છે. છેલ્લા એક વર્ષથી ક્ષત્રિય પરિવાર યુવકનું ઢાંકી દેવાની ફિરાકમાં હતો. દરમિયાન આજે રાજકોટ રોડ પર આવેલ અતુલ શોરૂમની સામે યુવાન પસાર થતો હોવાનું સામે આવતા યુવતીના પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા. જેને જોઈને ચારણ યુવાન શો રૂમમાં પહોંચ્યો હતો. ત્યારબાદ આરોપીઓ શો રૂમ અંદર ઘૂસી ગયા હતા અને તીક્ષ્ણ હથિયારો વડે યુવાનની કરપીણ હત્યા કરી નાખી હતી. 

સોમરાજની હત્યા નિપજાવી આરોપી નાસી છૂટ્યા હોવાની તેના પરિવારજનોને જાણ થઈ હતી. જેને પગલે સમાજના પરિવારજનો શોરૂમ પહોંચ્યા હતા ત્યારબાદ આ બનાવનો બદલો લેવા તેઓ તાત્કાલિક ક્ષત્રિય પરિવારના ઘરે પહોંચ્યા હતા. જ્યાં આરોપીઓ હાજર ન હોવાનું સામે આવ્યું હતું. પરંતુ યુવતીની માતા આશાબા બા ઝાલા સામે આવી જતા મૃતકના પરિવારજનોએ તેની પર હુમલો કરી તેની પણ કરપીણ હત્યા નીપજાવી હતી.આમ આ બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી બંને પક્ષના આરોપીઓને ડિટેઇન કરી લીધા હોવાની વિગતો જાણવા મળી છે. આ બનાવ અંગે બે જુદી જુદી ફરિયાદો નોંધી છે. ડબલ મર્ડરની આ ઘટનાથી જામનગર શહેર-જિલ્લામાં મચી જવા પામી છે ઉલ્લેખનીય છે કે ચારણ યુવાનને ક્ષત્રિય પરિવારની યુવતી સાથે પ્રેમલગ્ન કરવા ભારે પડ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news