મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના મોટેરા વિસ્તારમાં સાસરીયાને બરબાદ કરવા ઇરાદે તાંત્રિક વિધિના રવાડે ચઢેલી એક પુત્રવધુ ઉપર ગંભીર આરોપ લાગ્યો છે. પુત્રવધુએ સાસરીમાં તાંત્રિક વિધિ કરી હોવાનુ સામે આવ્યું છે. આ ઘટના અંગેના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે અને કોર્ટના આદેશ બાદ ચાંદખેડા પોલીસે ફરિયાદ પણ ફરીયાદ નોંધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગામનો દરેક વ્યક્તિ કરોડપતિ: આ ખેતીએ માલામાલ કરી દીધા, 150 કરોડનું છે ટર્નઓવર


આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, એક વ્યક્તિ ઘર બહાર આવી લીંબુ અને અગરબત્તી મૂકીને ત્યાંથી જતો રહે છે. જોકે મકાન માલિક અને ફરિયાદી દ્વારા પોલીસને પોતાની પુત્રવધુ સામેજ ગંભીર આરોપ મુકતા તાંત્રિક વિધિ કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની હકીકત એવી છે કે ફરિયાદી મહિલાના પુત્ર પ્રવિણભાઇના લગ્ન નારણપુરા વિસ્તારમાં આવેલી સ્વામીનારાયણ એવન્યુમાં રહેતી નિષ્ઢા સાથે વર્ષ 2015માં સમાજીક રીતરીવાજ મુજબ થયા હતા. બે વર્ષના લગ્ન જીવનમાં નિષ્ઢા અને પ્રવિણ વચ્ચે મનમેળ નહી આવતા બન્ને અલગ થઇ ગયા હતા. 


મોત પહેલાંનો વીડિયો: યુવકે કરૂણ આક્રંદ સાથે ગળેફાંસો ખાધો, સ્યૂસાઇડ નોટમાં લખી કહાની


નિષ્ઠાએ પ્રવિણ તેમજ તેના માતા પિતા વિરૂદ્ધ કોર્ટમાં અનેક વખત ફરિયાદ કરી હતી જે કેસો હાલ ચાલી રહ્યા છે. 23 જુલાઇ 2022ના રોજ પ્રવિણ અને તેનો પરિવાર ઉઠ્યો ત્યારે તેમણે ઘરની બહાર જોયુ તો તાંત્રિક વિધીના સામાન પડ્યો હતો જેના ઉપર પ્રવિણના નાના ભાઇનો ફોટોગ્રાફ્સ હતો.


ટેકાના ભાવની ખરીદીને લઈ ગુજરાતના ખેડૂતો માટે હિતકારી નિર્ણય, કૃષિમંત્રીએ કરી જાહેરાત


મળતી માહિતી પ્રમાણે ફરિયાદી એ અગાઉ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા છતાંય પોલીસે ગુનો દાખલ કર્યો નહોતો. જેથી અંતે ગાંધીનગર કોર્ટના આદેશ બાદ સીઆરપીસી 156(3) મુજબ ગુનો દાખલ કરવા માટેનો આદેશ કર્યા બાદ ગઇકાલે ચાંદખેડા પોલીસે કોષ્ઢી વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પોલીસ હવે સીસીટીવી ને એફએસએલમાં મોકલીને આગળની કાર્યવાહી કરશે.