150 ધાત્રી માતાઓએ પોતાના દૂધનું દાન કર્યું, અત્યાર સુધી 8,21,550 મિલી લિટર દૂધ એકત્રિત
સુરત શહેરની અમૃતમ સંસ્થા દ્વારા 30મો મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સુરત શહેરના વિવિધ વિસ્તારોથી 150 જેટલી ધાત્રી માતાઓ દ્વારા પોતાનું દૂધનું દાન કર્યું છે. આ સાથે જ આ સંસ્થાએ અત્યાર સુધી 8,21,550 મિલી લિટર દૂધ એકત્રિત કરવામાં આવ્યું છે.
ચેતન પટેલ/સુરત: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. સુરતમાં અમૃતમ સંસ્થા દ્વારા મધર મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 150 જેટલી ધાત્રી માતાઓએ દૂધ ડોનેટ કર્યું હતું. જરૂરિયાત મંદ નવજાત બાળકોને પૌષ્ટિક દૂધ આપવામાં આવશે.
18 થી 21 સપ્ટેમ્બરનો વરસાદી ચાર્ટ, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારેથી અતિભારે વરસાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે, જ્યારે દેશભરમાં વિવિધ લોક સેવાના કાર્યનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે સુરત શહેરના સીટીલાઈટ ખાતે આવેલ અગ્રેસર ભવન ખાતે અમૃતમ સંસ્થા દ્વારા આયોજિત મિલ્ક ડોનેટ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધાત્રી માતાઓએ મિલ્ક ડોનેટ કરી સેવાનું કાર્ય કર્યું હતું.
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ, આજે 136 તાલુકામાં ભારે વરસાદ, એલર્ટ પર નર્મદા જિલ્લો
2008થી અમૃતમ સંસ્થા સ્મીમેર હોસ્પિટલની સાથે મળીને આ મધર મિલ્ક ડોનેશન કેમ્પ કરતા આવી રહી છે. અત્યાર સુધી 8,21,550 મિલી લિટર દૂધ એકત્રિત કરવામાં આવ્યું છે. અને બોર્ડ 1,50,000 નવજાત જરૂરિયાતમંદ બાળકોને આ દૂધ પહોંચાડવામાં આવ્યું છે. આ પૌષ્ટિક દૂધ નવજાત બાળકોને તેમની સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય છે. પ્રધાનમંત્રીના જન્મદિવસે 150 જેટલી ધાત્રી માતાઓએ દૂધ ડોનેટ કર્યું હતું. આ દૂધ જરૂરિયાત મંદ નવજાત બાળકોને વિનામૂલ્યે આપવામાં આવશે.
સુરતની દીકરીએ તૈયાર કરી અનોખી ભેટ; તમામ યોજનાઓ દર્શાવતા ફ્લેશ કાર્ડ કર્યા તૈયાર